વિદાય લઇ રહેલા આણંદ ડેપ્યુટી કલેક્ટર શૈલેષ ગોકલાણીનો કલેકટર મનોજ દક્ષિણીની ઉપસ્થિતિમાં વિદાય-સત્કાર સમારોહ યોજાયો

વિદાય લઇ રહેલા આણંદ ડેપ્યુટી કલેક્ટર શૈલેષ ગોકલાણીનો કલેકટર મનોજ દક્ષિણીની ઉપસ્થિતિમાં વિદાય-સત્કાર સમારોહ યોજાયો

Spread the love

આણંદ ખાતે ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે ફરજ બજાવતા લોહાણા જ્ઞાતિના હોનહાર સનદી અધિકારી શ્રી શૈલેષભાઇ ગોકલાણીની તાજેતરમાં રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી થતા આણંદ-ખેડા જીલ્લાના લોહાણા મહાજનો દ્વારા આણંદ,તારાપુર,ખંભાત અને બોરસદ મહાજનના યજમાન પદે ઠક્કર વાડી આણંદ ખાતે શ્રી ગોકલાણી સાહેબનો વિદાય-સત્કાર અને શુભેચ્છા સમારોહ આણંદ જીલ્લા કલેક્ટર માન.શ્રી મનોજ દક્ષિણી સાહેબના અધ્યક્ષતામાં ખૂબ સુંદર રીતે યોજાઈ ગયો.

સમારોહની શરૂઆત લોહાણા મહિલા મંડળના સોનલબેન અને સરોજબેન દ્વારા પ્રાર્થનાથી થયા બાદ આણંદ લોહાણા મહાજન પ્રમુખ શ્રી પ્રવિણભાઇ ઠક્કરે સૌનુ સ્વાગત કરી જણાવ્યું કે માન દક્ષિણી સાહેબ હવે આપણા માર્ગદર્શક અને પરિવારના પ્રેરણાદાયી સભ્ય બની ગયા છે.આપણા દરેક શુભ પ્રસંગે તેઓ ઊપસ્થિત રહી આપણને હંમેશા પ્રેરતા રહે છે.શ્રી શૈલેશભાઇ ગોકલાણી તો બીજી વખત આણંદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે રહી અમારા સમાજ પરિવારનો એક હિસ્સો જ બની ગયા છે.તેઓ રાજપીપળા નવી જવાબદારી અદા કરવા જઇ રહ્યા છે ત્યારે તેઓને સમગ્ર લોહાણા સમાજ વતી શુભેચ્છા પાઠવી હતી.સમારોહના સંચાલક પ્રોફે.ચંન્દ્રકાન્ત તન્નાએ જણાવ્યું કે સરકારી અધીકારી તરીકેના સર્વોચ્ચ પદ પર હોવા છતા શ્રી દક્ષિણી સાહેબ અને શ્રી શૈલેષભાઇ કેટલા સરળ,સૌમ્ય,અને વિવેકી તેમજ સમાજ ઊપયોગી થાય છે તે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે.આપણે સૌએ તેઓના આ સદગુણો જ્ઞાતિ ઉત્કર્ષ માટે અપનાવવા જોઇએ.

સમારોહના અધ્યક્ષ શ્રી દક્ષિણી સાહેબે શ્રી શૈલેષભાઇની વિશિષ્ટ કાર્યશેલીને બીરદાવી જણાવ્યું કે હવે તેઓ રાજપીપળામાં પ્રાંત અધીકારી તરીકે કલેક્ટરની બધીજ સત્તાઓ ને ફરજો નિભાવશે.તેઓ ખુબ જ સફળ બને તેવી શુભેચ્છા સાથે આવો સમારોહ યોજવા બદલ શ્રી પ્રવિણભાઇ અને લોહાણા સમાજને અભિનંદન આપતા દક્ષિણી સાહેબે કહ્યું કે આપણા જ્ઞાતિજનો એ ઐક્ય દ્વારા ઉત્કર્ષ કરવો જોઇએ અને આ માટે પગ ખેંચવાને બદલે પીઠ થાબડવાની જરૂરત પર ભાર મુકતા તેઓ એ બે રઘુવંશી મળે ત્યારે એકબીજામાંથી પોઝિટીવ વાઇબ્રેશન મળે તેવો ભાવ ઉભો કરવો જોઇએ.

સમારોહમાં શ્રી દક્ષિણી સાહેબ,શ્રી પ્રવિણભાઇ,શ્રી મહેન્દ્રભાઇ ઠક્કર અને સૌ જ્ઞાતિજનોએ શ્રી શૈલષભાઇનું શાલ ઓઢાડી,ભગવત ગીતા અને પુષ્પગુચ્છ આવી બહુમાન કર્યુ હતું.આ પ્રસંગે આણંદ-ખેડા જીલ્લાના વિવિધ જ્ઞાતી શ્રેષ્ઠીઓ,રઘુવંશી સરકારી અધિકારીઓ એ પણ સ્મૃતિભેટ અર્પણ કરી શ્રી શૈલષભાઇને શુભકામનાઓ પાઠવી હતી.ઊપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ,શ્રી દિલીપભાઇ,બોરસદના ચીફ ઓફીસર શ્રી ગણાત્રા સાહેબ,શ્રી પંકજભાઇ,શ્રી પ્રદિપભાઇ,શ્રીમતિ રીટાબેન,શ્રી સુધીરભાઇ,શ્રી દિપકભાઇ,શ્રી રવિભાઇ,શ્રી જગદીશભાઇ,શ્રી યોગેશભાઇ,શ્રી પરેશભાઇએ શૈલેશભાઈ સાથેના પોતાના અનુભવો વર્ણવી પોતાની શુભકામનાઓ પાઠવી હતી.મહિલા મંડળે શ્રીમતિ ચંન્દ્રીકાબેન ગોકલાણીનું પણ બહુમાન કર્યં હતું.

આણંદ લોહાણા મહાજન વર્ષોથી વેગવંતુ અને ગતિશીલ મહાજન રહ્યું છે અહી પ્રવીણભાઈ ઠક્કરના નેતૃત્વમાં સમાજલક્ષી અનેક યોજનાઓ હાલમાં ચાલી રહી છે અને સમાજના અનેક લોકોએ તેનો લાભ લીધેલો છે. આણંદ લોહાણા સમાજ અને મહાજનનું એ સૌભાગ્ય છે કે શ્રી મનોજભાઈ દક્ષિણી જેવા કાબેલ અને હોનહાર અધિકારી આ શહેરને મળ્યા છે અને તેઓ પણ હમેશા સમાજના નાનામાં નાના વ્યક્તિની વાતને ધ્યાનથી સાંભળે છે અને શક્ય તેટલી સહાય કરે છે.

શ્રી શૈલેશભાઈ ગોકલાણી એ પણ આ શહેરમાં પોતાના કામ દ્વારા સમાજના લોકોનું દિલ જીતી લીધું છે, તેમના વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહી તેમને ભાવભરી વિદાય આપી હતી. આ માટેનો ખરેખર જો કોઈને અભિનંદન આપવા હોય તો મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ઠકકરને આપવા પડે. પોતાના સમાજ અને સમાજના લોકો માટે હરહંમેશ કોઈ પણ કામ માટે તૈયાર રહેનાર પ્રમુખજે મહાજન પાસે હોય તે મહાજન હંમેશા અગ્રેસર જ હોય અને અગ્રેસર જ રહેવું જોઈએ.

પોતાના વિદાય સત્કાર સમારોહના પ્રત્યુતેરમાં શ્રી ગોકલાણી સાહેબે સૌનો આભાર માનતા જણાવ્યુંકે આણંદમાં બે વખત મારી ફરજ દરમિયાન જ્ઞાતિજનોનો ખુબ પ્રેમ અને સહકાર પ્રાપ્ત થયો છે.અમે અમારા ક્ષેત્રમાં તો માન-સન્માન મેળવતા હોય છે પરંતું જ્યારે જ્ઞાતિ સમાજ બહુમાન કરે ત્યારે અપનાપન થી વધુ આનંદ અને ગૌરવ થાય છે અને તેમાય આ વખતે તો મને કલેક્ટર તરીકે શ્રી દક્ષિણી સાહેબ પણ લોહાણા સમાજના મળ્યા ત્યારે એક મોટાભાઇની લાગણી અનુભવાઇ છે.તેઓએ શ્રી પ્રવિણભાઇ,શ્રી દિલીપભાઇ,શ્રી ચંન્દ્રકાંતભાઇ તથા સૌ જ્ઞાતિ મહાજનોનો આભાર માન્યો હતો.

આ સમારોહમાં આણંદ મહાજનાના પ્રવિણભાઇ ઠક્કર તથા કારોબારી સભ્યો,ખંભાત મહાજનના પ્રમુખશ્રી જગદીશભાઇ ઠકકર તથા કારોબારી સભ્યો,બોરસદ મહાજનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ તથા કારોબારી સભ્યો,તારાપુર મહાજનના પ્રમુખશ્રી જ્યંતિભાઇ તથા કારોબારી સભ્યો હાજર રહી આ સમારોહને સફળ બનાવ્યો હતો.

સમારોહનું સુંદર સંચાલન અને આભાર દર્શન પ્રોફે.ચંદ્રકાંત તન્નાએ કર્યું હતું જ્યારે સમારોહને સફળ બનાવવા ઠક્કરવાડી ના સૌ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *