મહામાનવ શ્રી કે.આઈ.ઠકકરની રવિવારે પાલડી ખાતે પ્રાર્થના સભા યોજાશે
લોહાણા સમાજના મુઠ્ઠી ઊંચેરા માનવી, ઇન્કમટેક્ષના પૂર્વ કમિશ્નર અને છાત્રાલયમાં ભણેલી અનેક દીકરીઓના પિતાતૂલ્ય શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)એ ૯૨ વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. તેમની ઈચ્છા અનુસાર તેમની પાછળ કોઈ પણ જાતનું બેસણું કે બારમાની વિધિ રાખવામાં આવેલ નથી. પરંતુ તેમને સાવ યાદ કરવામાં જ ના આવે તે વાત સમાજ કે સમાજની સંસ્થાઓને મંજૂર ક્યાંથી હોઈ શકે.
અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે આવેલ લોહાણા કન્યા છાત્રાલય ખાતે અગામી રવિવારે શ્રી કે.આઈ.ઠક્કર માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે, આ એજ સંસ્થા છે જ્યાં કાંતીકાકા વર્ષો સુધી પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે રહી હજારો દીકરીઓના જીવનમાં શિક્ષણનો ઉજાસ પાથરવાનું નિમિત્ત બન્યા છે.
કાંતીકાકા માટે એટલું તો ચોક્કસ કહી શકાય કે આવા મહામાનવ સદીમાં ભાગ્ય જન્મ લેતા હોય છે, પોતાનું જીવન પોતાના પરિવાર માટે તો સૌ ન્યોછાવર કરે છે પરંતુ પોતાના સમાજના બાળકો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર કાંતીકાકા જેવા મહામાનવને તોફાની તાંડવ પરિવાર નતમસ્તક વંદન કરી હૃદયાંજલિ અર્પણ કરે છે.
Leave a Reply