છત્તીસગઢ ખાતે વોલીબોલમાં નેશનલ એવાર્ડ અભિ કોટકના નામે : લોહાણા સમાજમાં આનંદ આનંદ
તાજેતરમાં છત્તીસગઢ ખાતે યોજાયેલ નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતના સુરેન્દ્ર જીલ્લાના હળવદ ખાતે રહેતા અભિ સંજયભાઈ કોટકે શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. અભ્યાસ સાથે રમત ગમતમાં પણ અવ્વલ રહેલ અભી નાનપણથી જ વોલીબોલ પ્રત્યે ભારે લગાવ હતો અને આ સ્પર્ધા માટે પૂરી તૈયારી સાથે તે પોતાની ટીમ સાથે છત્તીસગઢ જવા રવાના થયો હતો.
અભિ કોટકને નેશનલ લેવલે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થતા તેમના કુટુંબીજનો અને લોહાણા સમાજમાં આનંદ અને ખુશીની લહેર જોવા મળી રહી છે.
Leave a Reply