ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતું ગેરકાયદેસર એડમીશન કૌભાંડ : અનેક વિદ્યાર્થીઓનો પ્રગટ્યો આક્રોશ

ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતું ગેરકાયદેસર એડમીશન કૌભાંડ : અનેક વિદ્યાર્થીઓનો પ્રગટ્યો આક્રોશ

Spread the love

 

ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતી ગેરરીતી સામે આવી છે. જેમાં ધ્રુવ બલવંત ભાઇ પટેલ નામના વિદ્યાર્થીને ખોટી અને ગેર કાયદેસર રીતે પ્રવેશ આપેલ છે. પી.ડી.પી.યુ.ના સત્તાધિસો પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી વેકેન્ટ રાઉન્ડમાં ધ્રુવ બલવંતભાઇ પટેલને ગેરકાયદેસર રીતે  પ્રવેશ આપ્યો હોવાનું આધાર પુરાવા સાથે સામે આવ્યું છે. ધ્રુવ બલવંતભાઇ પટેલના ડિપ્લોમા માં 19 માર્કશીટ હોવા છતાં અને દરેક સેમસ્ટરમાં ઘણી વખત નાપાસ થયેલ હોવા છતાં અને છેલ્લાં 3 વષૅથી કોઈ પણ કોલેજ કે યુનીવર્સીટી પ્રવેશ આપેલ નથી અને જેને એ.સી.પી.સી.નો પણ રજી્ટ્રેશન કરાવેલ નથી. આટલી સચોટ અને સાચી માહિતી હોવા છતાં પી.ડી.પી.યુ. દ્વારા કઈ રીતે  ધ્રુવ બલવંતભાઇ પટેલને ડિપ્લોમા ટુ ડિગ્રીના સીવીલ એન્જિનિયરીંગ વિભાગમા પ્રવેશ આપવામા આવેલ છે. આ અંગે વધુ તપાસ કરતા ચોકાવનારી માહિતી સામે આવી છે જેમાં ધ્રુવ પટેલના પિતા બિલ્ડર છે અને આ એડમીશન માટે તેમણે લાખો રૂપિયાનો વહીવટ કર્યો હોવાનું જાણવા મળેલ છે. એક તરફ મેરીટમાં આવતા વિધાર્થીઓ પી.ડી.પી.યુ. માં પ્રવેશ લેવા બાબતે ફરતા હોય છે  તેવા વિદ્યાર્થીઓને થોડા ઓછા રેંકથી પ્રવેશ ના મળતા હોય અને તેમનું ભવિષ્ય અંધકારમય બનતું હોય તેવા સંજોગોમાં માત્ર શ્રીમંતો અને બિલ્ડરના દિકરાને પી.ડી.પી.યુ. યુનિવર્સીટી પ્રવેશ આપે છે. તો મેરીટમાં આવતા વિધાર્થીઓ ને ન્યાય કોણ આપશે….? ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રી એ આ બાબતે તાત્કલિક યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા જોઈએ અને ખોટી રીતે આપવામાં આવેલ તમામ એડમીશન રદ્દ કરી દેવા જોઈએ.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *