પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

Spread the love

ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજનો શરમજનક કિસ્સો

પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

 

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજના એક પરિવારની અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા સાથે પરણિત દીકરીને તરછોડવાની ઘટના સામે આવી છે, જેમાં લોહાણા સમાજના અનેક આગેવાનોની મધ્યસ્થી છતાં પરિણામ શૂન્ય રહ્યું છે અને તાજેતરમાં પીડિત મહિલા દ્વારા સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે મૂળ ઉત્તર ગુજરાતના દિયોદરના પરિવારની દીકરી રીમાના લગ્ન  ભૂજ સ્થિત નીલ જગદીશભાઈ ઠક્કર સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા, અને જાણવા મળેલી માહિતી મુજબ લગ્ન અગાઉ રીમા અને નીલ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો જેમાં બંને એકજ સમાજના હોઈ બંને પરિવારો એ તેમના પ્રેમ લગ્નને મંજૂરી આપી હતી, અને બંને પરિવારની સહમતીથી સમાજના રીતી રીવાજ મુજબ આજથી દોઢેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા.

લગ્ન બાદ તરત જ નાની નાની વાતોમાં સાસુ અને દર શનિવાર રવિવારે આવતી નણંદ તરફથી પીડિત રીમાને મ્હેણાં ટોણા મારવાનું અને દરેક રીતે માનસીક ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું, છતાં પોતે જ જીવનસાથી પસંદ કર્યો હોઈ રીમા બધું ચુપચાપ સહન કરી લેતી હતી. જેને કારણે સાસુ-સસરા, નણંદ અને અન્ય પરિવારજનો તેના સારા હોવાનો લાભ લઇ તેને જેટલી વધુ હેરાન કરી શકે તેટલું કરવાની એક પણ તક છોડતા ના હતા.

બે માસ અગાઉ પરિવારની મંજૂરી લઇ રીમા પોતાના પિયર પોતાના સ્વજનોને મળવા આવી ત્યારબાદ યેનકેન પ્રકારે તેને ત્યાજ રોકી રાખી તેને સાસરે આવવાની મંજૂરી આપવામાં આવી નહોતી, તે દરમ્યાન તમારી દીકરી અમને જેલમાં મોકલવાની ધમકી આપે છે, તે અમારી સાથે ઝગડા કરે છે જેવી ફરિયાદો સાથેના ફોન રીમાના પરિવારને આવવા લાગ્યા હતા આટલું ઓછું હોય તેમ સાવ ખોટા અને વાહિયાત ચારિત્ર્ય અંગેના આક્ષેપો કરી આખા પરિવારને દબાવવાની નિમ્નકક્ષાની હરકતો કરવામાં આવી હતી, જેમાં બંને પરિવારના વડીલો દ્વારા મીટીંગ કરી દીકરીએ શું ખોટું કર્યું છે તેની વિગતો માંગતા નીલ અને તેનો પરિવાર અમે કોર્ટમાં પુરાવા આપીશું તેમ જણાવતો રહ્યો હતો, જયારે રીમાના પરિવારજનો દ્વારા નીલને અન્ય કોઈ યુવતી સાથે લફરું હોવાની આધારભૂત માહિતી તે જ મીટીંગમાં તેમના પરિવારને પુરાવા સહીત બતાવી દીધી હતી. આ ઘટનાથી સ્તબ્ધ થયેલા ગણાત્રા પરિવાર દ્વારા નીલ દ્વારા રીમાને ફોન કરાવી ઘરે બોલાવી હતી, જયારે રીમા ઘરે પહોંચી ત્યારે ઘરને તાળું હતું અને પરિવારના તમામ સભ્યો ગાયબ હતા, રીમા એ આ અંગે ફોન કરતા નીલે પોતે જ ડુપ્લીકેટ ચાવી બનાવવા વાળાને ઘરના સ્થળે મોકલી આપ્યો હતો, અને બીજી તરફ ગણાત્રા પરિવાર રીમા સામે ઘરમાં લૂંટ કરવા આવી છે તેવી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પરિવાર સાથે પહોંચી ગયો હતો, પરંતુ સત્ય હકીકત જાણ્યા બાદ પોલીસ તેમની કોઈ ફરિયાદ લીધી નહોતી. અને એ ઘટના બાદ આખો પરિવાર પોતાના મોબાઈલ ફોન બંધ કરી ગાયબ થઇ ગયો છે, આજે રીમા અને તેનો પરિવાર ન્યાય માટે લડી રહ્યો છે, સમાજના આગેવાનો મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે, હાલ તો રીમાએ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઘટના બદલ પોલીસ ફરિયાદ દાખલ કરી છે, જેની સામે ફરિયાદ દાખલ થયી છે તે સમાજના મોટા માથાઓ છે, હવે જોવાનું એ રહે છે સમાજ એક પીડિત દીકરીને સાથ આપે છે કે મોટા માથાઓના જુલમ સામે મૌન ધારણ કરે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *