સ્ટાર ન્યુઝના ચેનલના ડાયરેક્ટર આગમ શાહને મળી રહેલી ધમકીઓ પાછળ હાથ કોનો…?
સ્ટાર ન્યુઝના ચેનલના ડાયરેક્ટર આગમ શાહને મળી રહેલી ધમકીઓ પાછળ હાથ કોનો…?
અમદાવાદ શહેરમાં રેત માફિયા, જુગાર માફિયા તથા બુટલેગરો જેવા લોકો આજકાલ બિલકુલ બિન્દાસ અને બેફામ બન્યા હોય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી પત્રકારિત્વના વ્યવસાય સાથે જોડાયેલા અને અનેક કાળા કામ કરનાર લોકોના ચહેરા પરથી નકાબ હટાવનાર પત્રકાર આગમ શાહને ગઈકાલથી પોતાના મોબાઈલ નંબર પર જાનથી મારી નાખવાની સહીત વિવિધ ધમકીઓ મળી રહી છે, આ સંદર્ભે આગમ શાહે ગઈકાલે અમદાવાદ શહેરના એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી ગુનેગારો કયા કયા નંબર પરથી ફોન કરતા હતા અને શું ધમકી આપતા હતા તે વિશેની ફરિયાદ સાથેની અરજી કરેલ છે.
આ અંગે મળી રહેલી માહિતી મુજબ અગાઉ હીટ એન્ડ રન જેવો ગંભીર ગુનો કરનાર માથાભારે વ્યક્તિઓ દ્વારા સ્ટાર ન્યુઝના ડાયરેક્ટર આગમ શાહને ધમકી આપી હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અંગે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન હાલ આ કેસની તપાસ કરી રહેલ છે જલ્દીથી આવા ગુનેગારો પકડાઈ જાય અને તેમની સામે કડક પગલા ભરવામાં આવે તે ઇચ્છનીય છે.
Leave a Reply