Bing women Charitable trust Ahmedabad
બીંગ વુમેન ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો
છેલ્લા ત્રણ વર્ષથી બાળકો અને સ્ત્રીઓ માટે કામ કરતી સતત કાર્યરત એવી સંસ્થા અલગ અલગ પ્રોજેક્ટ થકી બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરે છે. છ મહિનાથી સાયન્સ સીટી અમદાવાદ ખાતે ઇન્દિરા નિવાસ વિસ્તારમાં વસતાં લગભગ 50 બાળકોને શિક્ષણ સાથે જ્ઞાન આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ભણવાની સાથે સાથે અલગ અલગ કલા પણ શીખવવામાં આવી રહી છે. એ વિસ્તારના બાળકોને ડાંસ શીખવાડી પર્ફોમન્સ તૈયાર કરાવવામાં આવ્યું અને આ બાળકોને પરફોર્મ કરવા એક મોટી શાળા (Calrox Public School) ઘાટલોડિયાનું સ્ટેજ મળ્યું. બાળકોનો ઉત્સાહ અને પોતાની જાત પરનો વિશ્વાસ વધ્યો છે આ સુંદર અવસરને આટલી સુંદર તક આપવા બદલ શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી નિરાલી ડાગલીનો તમામ બાળકોએ અને સંસ્થાના પદાધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
Leave a Reply