કલર મર્ચન્ટ બેંક કેસમાં રોજ નવા ગતકડા ઉભા કરનાર ફરિયાદીઓ શંકાના દાયરામાં : બોગસ આઈ.ટી. સામે આનંદ નગર પોલીસ મૌન કેમ..?

કલર મર્ચન્ટ બેંક કેસમાં રોજ નવા ગતકડા ઉભા કરનાર ફરિયાદીઓ શંકાના દાયરામાં : બોગસ આઈ.ટી. સામે આનંદ નગર પોલીસ મૌન કેમ..?

Spread the love

કલર મર્ચન્ટ બેંક કેસમાં રોજ નવા ગતકડા ઉભા કરનાર ફરિયાદીઓ શંકાના દાયરામાં : બોગસ આઈ.ટી. સામે આનંદ નગર પોલીસ મૌન કેમ..?

કલર મર્ચન્ટ બેંકમાં લોન ધારકો સાથે કહેવાતી ઠગાઈ અને છેતરપીંડી કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, જેમાં તોફાની તાંડવને મળેલી આધારભૂત માહિતી અને પુરાવા જોતા મોટા ભાગના ફરિયાદીઓ ખોટું બોલી રહ્યા હોવાનું અને તેમણે પોતે ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન લીધી હોવાનું સામે આવ્યું છે, આ કેસમાં બે વર્ષ અગાઉ જયારે ફરિયાદીએ પ્રથમ વખત આનંદ નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી તેમાં જવાબદાર વ્યક્તિઓમાં પૂર્વ ચેરમેન અને એમ.ડી.અશોક ખન્નાનું નામ સામેલ હતું જે હાલની ફરિયાદમાંથી ગાયબ છે, જયારે આ કેસ સાથે કે ફરિયાદીઓ સાથે સીધી કોઈ લેવા દેવા ના હોવા છતાં પૂર્વ ચેરમેન બિમલ પરીખનું નામ સામેલ કરેલ છે, ફરિયાદીના એક વકીલનો એવો પણ ઓડીઓ સામે આવ્યો છે જેમાં વકીલ કહી રહ્યા છે કે અમારે બિમલ પરીખનું નામ નહોતા લખાવવું પણ અમારી ઉપર પ્રેશર કરી બિમલ પરીખનું નામ લખાવેલ છે..!! તો આવું પ્રેશર કોણે અને શા માટે કર્યું તે એક મોટો પ્રશ્ન છે..? તાજેતરમાં ફરિયાદી સાથે જોડાયેલ કેટલાક વ્યક્તિઓ દ્વારા એવી એક અફવા વહેતી કરવામાં આવી છે કે આ કેસમાં બિમલ પરીખ અમારી સાથે સમાધાન કરવા માંગે જે અંગે તોફાની તાંડવ દ્વારા બિમલ પરીખનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે આ આખી વાત ખોટી અને ઉપજાવી કાઢેલ હોવાનું જણાવ્યું છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું જ્યારે આ કેસમાં સાવ નિર્દોષ છું, વ્યકતિગત મારે કોઈ લેવા દેવા નથી તો મારે શા માટે કોઈ સાથે સમાધાન કરવું પડે, મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે, મને પોલીસ તપાસ ઉપર પણ પૂરો વિશ્વાસ છે આ અંગે વધુ કઈ કહેવાનો તેમણે ઇનકાર કર્યો હતો અને ન્યાયતંત્ર અને પોલીસ તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ખાનગી સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસ સાથે જોડાયેલ કેટલાક લોકો બિમલ પરીખને ડરાવી, ભયભીત કરી તોડ કરવાનો આશય ધરાવે છે, અગાઉ પણ આ લોકો અન્ય જગ્યાએ આવા તોડ કરી ચુક્યા હોવાથી કદાચ તેમને આવા કામની ફાવટ હશે જેથી અહી પણ તેવો એવું વાતાવરણ ઉભું કરી રહ્યા છે કે બિમલ પરીખ પાસેથી તેમને કોઈ મોટી રકમ મળે.

આ કેસમાં ખોટા અને બોગસ ઇન્કમ ટેક્ષના પુરાવા ઉભા કરી લાખો રૂપિયા ખોટો ટેક્ષ બતાવી સરકારને નુકશાન કરી, ખોટા સરકારી દસ્તાવેજ ઉભા કરનાર વ્યક્તિઓ સામે આનંદનગર પોલીસ તાત્કલિક પગલા ભરે તે જરૂરી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *