ખાડિયામાં ભાજપની ટીકીટ લેવા કહેવાતા હિંદુવાદીઓનો તાલીબાની જંગ : ભૂષણભટ્ટ વિરુદ્ધ ફરિયાદો પાછળ હાથ કોનો..?

ખાડિયામાં ભાજપની ટીકીટ લેવા કહેવાતા હિંદુવાદીઓનો તાલીબાની જંગ : ભૂષણભટ્ટ વિરુદ્ધ ફરિયાદો પાછળ હાથ કોનો..?

Spread the love

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ હવે જામતો જાય છે, ગઈકાલ સુધી હાથમાં હાથ નાખી ફરનારા મિત્રો આજે ટીકીટ માટે એક બીજાને મ્હાત આપવા માટે ગમે તે હદે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠકના ભાજપના ઉમેદવારોએ પણ ટીકીટ માટે તાલીબાની લડાઈ શરુ કરી દીધી છે.

ખાડિયા-જમાલપુર વિધાનસભા માટે ઘણા ઉમેદવારો પોતાને ટીકીટ મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેમાં સૌથી ઉપર જે નામ ચાલી રહ્યા છે તેમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર મયુર દવે અને ડો. હેમંત ભટ્ટ છે. ગુજરાત ભાજપના પીઢ દિવંગત નેતા અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ અગાઉ આ સીટ ઉપરથી ધારાસભ્ય રહી ચુક્યા છે, પૂર્વ કોર્પોરેટર મયુર દવે કોર્પોરેશનમાં વિવિધ પદ ઉપર રહી ચુક્યા છે, અને ત્રીજા ઉમેદવાર ડો. હેમંત ભટ્ટ ખાડિયા વિસ્તારમાં જ પોતાનું કલીનીક ચલાવે છે. જો લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો ત્રણેયના જેટલા પ્લસ પોઈન્ટ છે એટલા માઈન્સ પોઈન્ટ પણ છે.

તાજેતરમાં ટીકીટ માટેનો જે ખેલ શરુ થયો છે તેની ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવે તો દેવેશ ભટ્ટ નામના એડવોકેટ દ્વારા લેખિત ફરિયાદ તા.૭ નવેમ્બર ના રોજ સ્પીડ પોસ્ટથી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલને કરવામાં આવેલ હોવાની માહિતી મળી રહી છે, આ ફરિયાદની જે નકલ વાયરલ થયેલી છે તેમાં નીચે કોઈની સહી કે સિક્કો નથી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભૂષણ ભટ્ટ અને ડો. હેમંત ભટ્ટ વિરુદ્ધ થયેલ ક્રિમીનલ કેસની વિગતો આપી તેમને ટીકીટ ના આપવી જોઈએ તે મતલબનો અનુરોધ કરવામાં આવ્યો છે.

અગાઉ ખાડિયા માટે વિધાનસભાની ટીકીટના દાવેદાર ત્રીજા ઉમેદવાર શ્રી મયુર ભટ્ટ વિરુદ્ધ તેઓ જયારે અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે હતા ત્યારે સત્તામાં કોંગ્રેસ હતી અને સ્ટેન્ડિંગ કમિટીમાં વિરોધ પક્ષના સભ્યોને જે સ્થાન મળે છે તેમાં મયુર ભટ્ટને પણ સ્થાન મળેલ હતું અને જે તે સમયે તેમના દ્વારા ચોક્કસ મુસ્લિમ માથાભારે પરિવારને માત્ર ટોકન ભાડું લઇ આજીવન ભાડે જમીન આપવાના તમામ પુરાવા સામે આવ્યા હતા અને હજી આજે પણ એ કેસની તમામ તપાસ પુરજોશમાં ચાલુ છે ચૂંટણી પહેલા ગમે તે ક્ષણે તે કૌભાંડ ઉજાગર થાય તેવી શક્યતાઓ છે. એ સિવાય ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, અને માથાભારે જમીન માફિયાઓ સાથે મયુર ભટ્ટને સંબંધ હોવાનું સ્થાનિક લોકો જ નહી ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યા છે ત્યારે કોણ કોને પછાડવા મથી રહ્યું છે તે અહી સમજવું ખુબ અઘરું થઇ રહ્યું છે.

હાલના સંજોગો જોતા ભૂષણ ભટ્ટ અને ડો. હેમંત ભટ્ટનું પત્તું કપાય તો તેનો સીધો ફાયદો મયુરને દવે ને થાય તેમ છે આ સંજોગમાં ભૂષણ ભટ્ટ અને ડો.હેમંત ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ પાછળ મયુર દવેનો હાથ હોઈ શકે તેવું ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકરો અને આગેવાનો જણાવી રહ્યા છે.

શિસ્તબદ્ધ અને સંસ્કારી કહેવાતી પાર્ટીઓના નેતાઓ ટીકીટ માટે આ હદે જઈ શકે તેવું ભાજપના કાર્યકરો માની પણ શકતા નથી પણ જે થઇ રહ્યું છે તે હકીકત છે અને તેનાથી તેઓ નિરાશ અને હતાશ પણ છે. જો ઉચ્ચ નેતાગીરી આ મામલે જલ્દી કોઈ યોગ્ય પગલા ના ભરે તો અહી ભાજપ જ ભાજપ ને હરાવશે તે વાત નક્કી છે.

હાલ ખાડિયા વિધાનસભા માટે ભારતીય જનતા પક્ષના નેતાઓ જે રીતે એકબીજા સામે લડી રહ્યા છે અને એક બીજાને પુરા કરી દેવા માટે મરણીયા બન્યા છે તે જોતા તાલીબાની સંગઠન અને તેની પદ્ધતિ નજર સામે આવી રહી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *