ફરી એક નવો ઈતિહાસ લખવા સજ્જ થઇ રહેલું પાટણ : કોંગેસ-ભાજપને પાછળ રાખી આપનો દબદબો

ફરી એક નવો ઈતિહાસ લખવા સજ્જ થઇ રહેલું પાટણ : કોંગેસ-ભાજપને પાછળ રાખી આપનો દબદબો

Spread the love

 

ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ ફરી એક નવો ઈતિહાસ લખવા તરફ આગળ વધી રહી છે, સિદ્ધરાજ જયસિંહનું શૌર્ય, રાજમાતા મીનળદેવીનો પ્રજા પ્રેમ, રાણકી વાવ બાદ વધુ એક વખત પાટણ ચર્ચાનો વિષય બની રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન આડે હવે બે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે અને વધુ વધુમાં લોકોને રૂબરૂ મળી પ્રચાર કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે પાટણ વિધાનસભા વિસ્તારના ગામો અને વિવિધ સમાજના અગ્રણીઓ પાસેથી મળી રહેલી માહિતી મુજબ પાટણ સીટ પર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોને પછાડી આપના ઉમેદવાર લાલેશ ઠક્કર આ બેઠક પર આપની પ્રભુતા સાબિત કરશે તેવું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે.

પાટણ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ પાટીદાર સમાજ, માલધારી સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના દોઢ લાખ જેટલા મતો છે. ગ્રામીણ બેઠકો પર સમાજ, સમાજની સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓનો વર્ષોથી પ્રભાવ રહેતો આવ્યો છે. આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોનું બારીકાઇથી મૂલ્યાંકન કરવામાં આવે તો ભારતીય જનતા પક્ષના મહિલા ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ સામે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શરૂઆતથી જ સ્થાનિક ભાજપના કાર્યકરોની માંગ હતી કે સ્થાનિક ઉમેદવાર આપો પરંતુ છેક છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા આયાતી ઉમેદવારનું નામ જાહેર કરી દેવાતા કાર્યકરોમાં ભારોભાર નિરાશા, હતાશા અને રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રસના ઉમેદવાર ડો. કિરીટ પટેલ અત્યારે હાલમાં પાટણના વર્તમાન ધારાસભ્ય છે અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેમણે કરેલી કામગીરીથી ક્યાંક ને કયાંક પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓ ભારે બહુમતીથી જીતનો દાવો તો કરે છે પણ તે દાવો વાસ્તવિકતા સાથે મેચ નથી થઇ રહ્યો તેવું લોકો જણાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ અહી ચૂંટણી જાહેર થાય તે અગાઉ જ પાટણ નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને અગ્રણી યુવાનેતા લાલેશ ઠક્કરને ટીકીટ આપી ઉમેદવાર જાહેર કરી દીધા હતા, જેથી તેમણે પોતાનો પ્રચાર, પ્રસાર અને લોકસંપર્ક અભિયાન ઘણું વહેલું શરુ કરી વધુમાં વધુ લોકોને મળી આમ આદમી પાર્ટી શું કરવા માંગે છે, શું વચન આપે છે તે સમજાવી શક્યા છે, બીજું ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, સથવારા સમાજ, માલધારી સમાજ સાથે સ્થાનિક નેતાની સાથે વેપારમાં પણ જોડાયેલા હોઈ અને અનેક સામાજિક પ્રસગોમાં મદદરૂપ થયા જોઈ તમામ સમાજના આગેવાનો કદાચ જાહેરમાં ભલે ના આવે પરંતુ તેમની સાથે રહેશે તેવો પાક્કો ભરોષો અને વિશ્વાસ આપ્યો હોવાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળી રહ્યો છે.

એક તરફ આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ, મોઘવારીથી ત્રસ્ત જનતા અને વર્તમાન ધારાસભ્યની નબળી કામગીરીથી કંટાળેલી પ્રજા પાટણમાં એક નવો ઈતિહાસ લખવા આતુર હોય તેવું લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *