જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

Spread the love

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

 

લોહાણા સમાજમાં જન્મ લઇ સેવાના ભેખ ધારણ કરનાર પૂ.જલારામ બાપા આજે કોઈ કોઈ સમાજ કે કોઈ એક રાષ્ટ્ર પૂરતા સીમિત નથી રહ્યા. જલારામ બાપાને માનવા વાળો અને તેમને પૂજવા વાળો વર્ગ દરેક સમાજમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કાલોલના ભાજપના ધારસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિષે જે ટીપ્પણી કરવામાં આવી તે ખુબ જ અશોભનીય અને શરમજનક છે, આ એજ વિશ્વનું એક માત્ર યાત્રાધામ છે જ્યાં છેલ્લા અનેક વર્ષોથી દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી અને છતાં રોજના અંદાજે હજારો લોકોને બંને ટાઈમ ચા-અને જમવાનું બિલકુલ નિ:શુલ્ક આપવામાં આવે છે.

આજે ગુજરાત સહીત ભારતના અનેક વિસ્તારમાં લોહાણા સમાજમાં જલારામ બાપા અને વીરબાઈ મા ના નામ પર અનેક સંસ્થાઓ ચાલે છે, એમ કહો કે જલારામ બાપા અને વીરબાઈ મા ના નામ પર ફંડ ફાળો અને ભંડોળ ભેગું કરવાની દુકાનો ચાલે છે. કેટલાક તો વળી ખીચડી પ્રસાદના નામ પર ફંડ ફાળો ઉઘરાવી બહુ મહાન કાર્ય કરતા હોય તેમ સોશિયલ મીડિયા પર તેની જાહેરાતો કરતા હોય છે. આવા અનેક વેંતિયા અને બની બેઠેલા નેતાઓ અને આગેવાનોને સમાજના યુવાનો આજે ભારે આક્રોશ સાથે પૂછી રહ્યા છે કે શું જલારામ બાપાનું નામ માત્ર ફાળો ઉઘરાવવા જ ઉપયોગ કરો છો..? આજે જયારે સત્તાધારી પક્ષનો એક સામાન્ય ધારાસભ્ય લોહાણા સમાજના કે પૂ.બાપાના ઈતિહાસને જોયા જાણ્યા વગર વાણી વિલાસ કરી પૂ.બાપાને અને સમગ્ર લોહાણા સમાજને અપમાનિત કરે  તે સંજોગમાં સમાજના આ બની બેઠેલા નેતાઓ અને આગેવાનો ચુપ કેમ છે..? સત્તા અને સરકારનો આટલો જ ડર લાગતો અને સત્ય હકીકત સામે પણ જો તમે અવાજ ઉઠાવી ના શકતા હોય તો તાત્કાલિક પૂ.બાપા અને વીરબાઈ મા ના નામ પર ચાલતી દુકાનો બંધ કરી દેવી જોઈએ.

આ અંગે જુનાગઢ ના યુવા અગ્રણી ઘનશ્યામ મશરૂ, અમરેલીના યુવા અગ્રણી હિરેન મશરૂ, નીલેશ દેવાણી અને કોંગ્રેસ નેતા શૈલેશ ઠક્કર જેવા અનેક યુવા અગ્રણીઓએ સમાજજોગ એક જુંબેશ શરુ કરી છે, તેમના જણાવ્યા મુજબ પૂ. જલારામ બાપા વિષે સાવ ખોટો અને બકવાસ વાણી વિલાસ કરનાર ધારાસભ્ય જો વીરપુર ધામ આવી જલારામ બાપા સમક્ષ પોતાના ખોટા વિધાનો બદલ માફી ના માંગે તો સમગ્ર સમાજના લોકોને સાથે રાખી આ બાબતે જલદ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. લોકસભાની ચૂંટણી સામે હોવાથી કોઈ પણ રાજકીય પક્ષ સમાજ સાથે બગડવાનું પસંદ નહિ કરે તે વાત સમાજના યુવાનો ખુબ સારી રીતે જાણતા હોવાથી જો આવું કોઈ આંદોલન થશે તો ભાજપ માટે ચોક્કસ મુસીબત ઉભી કરશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

આ બધાની વચ્ચે એ પણ લખવું જોઈએ એક વિધવા જેવી બની ગયેલી લોહાણા સમાજની તમામ સંસ્થાના કહેવાતા પ્રમુખો અને આગેવાનોએ પૂ.બાપાના અપમાન લાચારી અને ડરભર્યું મૌન ધારણ કર્યું છે તેને આજનો લોહાણા સમાજ જોઈ રહ્યો છે અમુક અમુક તો પોતાના વ્યક્તિગત ફાયદા અને પોતાના વ્યવસાયના વિકાસ માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે આવા બની બેઠેલા નેતાઓ અને આગેવાનો એ એ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ માટે સમાજ પ્રથમ હોવો જોઈએ પછી પોતાની પાર્ટી અને વિચારધારા.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *