ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ

ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ

Spread the love

ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ

સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને લોહાણા મહાપરીષદના પ્રમુખ સત્તા પક્ષ સામે લાચાર કેમ..?

લોહાણા સમાજને ગેરમાર્ગે દોરી રહેલી લોહાણા મહાપરીષદ અને રઘુવીર સેનાના પ્રમુખો

વેરાવળના પ્રતિષ્ઠિત ડો.અતુલ ચગની આત્મહત્યા કેસમાં સુસાઈડ નોટમાં જેમનું નામ સ્પષ્ટ લખેલું છે તેવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીને જુનાગઢ લોકસભા બેઠકની પુનઃ ટીકીટ આપતા સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, વર્ષોથી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા રહેલા લોહાણા સમાજની ભાજપના નેતાઓ દ્વારા રીતસરનો અન્યાય કરવામાં આવી રહ્યો છે, અને નવાઈ એ વાતની છે કે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરીષદના પ્રમુખ વિઠ્ઠલાણી અને સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ ગીરીશ કોટેચા આ મામલે મૌન છે, અને બોલે પણ છે તો ભાજપના ઉમેદવારના સમર્થનમાં નીવેદન આપી સમગ્ર સમાજને શર્મસાર કરે છે.

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય સમાજના કોઈ પણ વ્યક્તીકે મહાજનોને વિશ્વાસમાં લીધા સિવાય પોતાની મનમાની કરી માત્ર સત્તા પક્ષ પાસે ટીકીટની ભીખ માંગવા નીકળતા લોહાણા સમાજના પ્રમુખને દરવખતે સત્તા પક્ષ ઠેંગો બતાવી દે છે, વિધાનસભા ચૂંટણી સમયે સમગ્ર સમાજના યુવાનોને ઉમેદવારી કરવાની હાકલ કરી પોતે તન,મન અને ધનથી મદદ કરશે તેવી ગુલબાંગો હાંકનાર લોહાણા મહાપરીષદના પ્રમુખે એકપણ ઉમેદવારને એક પણ રૂપિયાની મદદ તો ના કરી તેમના સમર્થનમાં એક પણ નિવેદન પણ આપ્યું નહોતું એ હદે સત્તા પક્ષની ભયભીત બની ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને સમગ્ર લોહાણા સમાજને ગેરમાર્ગે દોર્યો હતો.

તાજેતરમાં પણ લોકસભા ચૂંટણી સમયે દેશન વડાપ્રધાનને પત્ર લખી સમાજના વ્યક્તિઓ માટે ટીકીટ માંગતો પત્ર લખ્યો હતો જેની સદંતર અવગણના થઇ છે, વેરાવળમાં એક રઘુવંશી ડો.ની આત્મહત્યાના જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી થઇ નથી, જેમનું નામ આત્મહત્યાની સુસાઈડ નોટમાં છે તેવા વ્યક્તિને ભાજપે જયારે ટીકીટ આપી છે ત્યારે આખો સમાજ લડી લેવાના મૂળમાં છે ત્યારે પ્રમુખ કેમ ચુપ અને મૌન છે…? કે પછી પ્રમખ ચોક્કસ લોકોના ઈશારે ચોક્કસ લોકો માટેજ કામ કરી રહ્યા છે..?

લોહાણા સમાજનું રાજકીય અસ્તિત્વ છેલ્લા કેટલાક વર્ષોમાં ધીમે ધીમે સાવ ખતમ થઇ રહ્યું છે જે નાનામાં નાના વ્યક્તિને દેખાય છે સને સમજાય છે તો સમાજના અગ્રણીઓ કેમ દેખાતું નથી. આજે જયારે વેરાવળ લોહાણા મહાજને મર્દાનગીભેર સત્તા પક્ષ સામે બંડ પોકારી પોતાના એક રઘુવંશીની આત્મહત્યા મુદ્દે સમાજના અગ્રણીઓની મીટીંગ બોલાવી છે ત્યારે લોહાણા મહાપરીષદના પ્રમુખે ત્યાં જવું જોઈએ અને ભારતભરના તમામ લોહાણા મહાજનોને આ આંદોલનમાં જોડવા જોઈએ. બાકી ખાલી ખાલી સોસીયલ મીડિયા પર પત્ર વાયરલ કરી કે કરાવીને કોઈ આગેવાન કે નેતા બને તો તેમની વાસ્તવિકતા પણ પાંચ પંદર લાઈક કે કોમેન્ટ્સ પુરતી જ સીમિત હોય છે.

આજે સાંજે વેરાવળ ખાતે મળનારી મીટીંગમાં લોહાણા મહાપરીષદના પ્રમુખે ઉપસ્થિત રહેવું જોઈએ અને જવાબદારો સામે પગલા લેવા સરકાર સામે લડવું પડે તો લડી લેવું જોઈએ તેવું સમાજનો એક મોટો વર્ગ ઈચ્છી રહ્યો છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *