એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર
એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર
ફરાર દીપક પાંડેની તસ્વીર
અમદાવાદ શહેરની અલગ અલગ કોલેજમાં અલગ અલગ ફેકલ્ટીમાં એડમીશન અપાવવાના નામ પર નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે નામનો યુવક ફરાર થયો છે. આ અંગે મળેલી માહિતી મુજબ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવતો આ મહાઠગ વિદ્યાથીઓ પાસેથી લાખો રૂપિયા લઇ ફરાર થયો છે. આ અંગે એન.એસ.યુ.આઈ.ના વિદ્યાથી નેતા તિલકરામ તિવારીએ તોફાની તાંડવને આપેલી માહિતી મુજબ આ કહેવાતા અને બની બેઠલા વિદ્યાથી નેતા દીપક પાંડેએ અનેક વિદ્યાર્થીઓ પાસેથી એડમીશન અપાવવાના નામ પર લાખો રૂપિયા ઉઘરાવી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે ફરાર છે.
આ અંગે તિલકરામ તિવારે એ પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ મૂકી વિદ્યાર્થીઓને સાવધ રહેવા અપીલ પણ કરી છે અને ભોગ બનેલા વિદ્યાથીઓને સાથે રાખી પોલીસ ફરિયાદ કરવાનું પણ નક્કર આયોજન કરવામાં આવેલ છે. આ સંજોગોમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પણ આવા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવું જોઈએ તેવું અનેક વિદ્યાર્થીઓના પરિવારજનોની લાગણી છે.
Leave a Reply