રઘુવંશી ક્રાંતિ મંચની નકલ કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ : સમાજમાં મજાકનો વિષય બન્યા

રઘુવંશી ક્રાંતિ મંચની નકલ કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ : સમાજમાં મજાકનો વિષય બન્યા

Spread the love

લોહાણા સમાજના રાજકીય અગ્રણી વ્યક્તિઓની વર્ષોથી થઇ રહેલી ઉપેક્ષાને કારણે લોહાણા સમાજના જાગૃત વ્યક્તિઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ રઘુવંશી ક્રાંતિ મંચ નામની સંસ્થા બનાવવામાં આવી હતી, ખુબ જ ટૂંકા ગાળામાં પોતાની મજબૂત અને મક્કમ વિચારધારાના કારણે આજે રઘુવંશી ક્રાંતિ મંચની નોંધ દરેક રાજકીય પક્ષો લઇ રહ્યા છે. જે પ્રત્યેક રઘુવંશી લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે આનંદ અને ગૌરવ લેવા જેવી વાત છે.

બીજી તરફ લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખ સતીસ વિઠ્ઠલાણી દ્વારા ગઈ કાલે એક પત્ર લખી ભારતીય જનતા પક્ષને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વિનંતી કરી લોહાણા સમાજના વ્યક્તિઓને પ્રતિનિધિત્વ મળે તે માટે બાલીશ પ્રયાસ કર્યો છે, જયારે લોહાણા સમાજની કોઈ એક સંસ્થા અને તેના અનેક જવાબદાર વ્યક્તિઓ દરેક રાજકીય પક્ષનો સંપર્ક કરી વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેવા લોકોને સહાય અને મદદ કરવાના બદલે લોહાણા મહાપરીષદના પ્રમુખે કોઈની સલાહ કે સુચન લીધા સિવાય રાતોરાત ભારતીય જનતા પક્ષને રીતેસરની કાકલુદી અને વિનંતી કરતો પત્ર લખતા સમગ્ર સમાજમાં રોષ અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.

સમાજના મોટા ભાગના લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે પત્ર લખ્યો તો ફક્ત એક જ પાર્ટીને કેમ..? બાકીના પક્ષ સાથે જોડાયેલા અગ્રણી કાર્યકરોનું શું..? શું અન્ય પક્ષો ને લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અવગણે છે..? શું લોહાણા સમાજ ભારતીય જનતા પક્ષની જાગીર છે…? કેમ આવો પત્ર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લખવામાં નથી આવ્યો..?

આ બધા સવાલ સામે નવીસવી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ ડો.ધર્મેશ ઠક્કરની કામગીરી ખરેખર પ્રશંશનીય રહી છે, કોઈ જાતની જાહેરાત કે હોબાળા કર્યા વગર તેમણે દરેક રાજકીય પક્ષના આગેવાનો સાથે પોતાની ટીમને સાથે રાખી મીટીંગો કરી લોહાણા સમાજના વ્યક્તિઓને દરેક પક્ષમાં વધુને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે સતત રાતદિન પ્રયાસ કર્યા છે, જેના સુખદ પરિણામ આગામી દિવસોમાં ચોક્કસ મળશે.

આજના વર્તમાનની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા લોહાણા સમાજ અગ્રણી હિમાંશુ ઠક્કર અને પ્રણવ ઠક્કરને ગુજરાત પ્રદેશ કક્ષાએ હોદ્દેદાર બનાવી સમાજને એક મુઠ્ઠી ઉંચેરુ ગૌરવ આપ્યું છે, બીજી જ યાદીમાં પાટણ વિધાનસભા સીટ પર લાલેશ ઠક્કરને ટીકીટ પણ ફાળવી છે. અને હજી વધુ ટીકીટ મળી પણ શકે છે તો શું આ બધું લોહાણા મહાપરીષદના પ્રમુખને નહી ખબર હોય કે પછી પોતાના અંગત સંબંધો સાચવવા ભારતીય જનતા પક્ષને પત્ર લખ્યો હશે…?

લોહાણા સમાજને રાજકીય રીતે આ વર્ષે જે પણ વધુ મહત્વ મળશે તેમાં રઘુવંશી ક્રાંતિ મંચની મહેનતનું જ પરિણામ હશે ત્યારે આવા સમયે લોહાણા મહાપરીષદ વચ્ચે કુદીને પોતાની રહી સહી આબરૂ પણ ગુમાવી રહી હોવાનું લાગી રહ્યું છે.

લટેસ્ટ ખબર : ભુજના લોહાણા સમાજના મહિલા કર્મીને તાલુકા પંચાયતમાં નોકરી દરમ્યાન અનેક તકલીફો પડી હતી જેના અનુસંધાને રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તેમની યોગ્ય સ્થળે બદલી થાય તે માટે ખુબ જ મહેનત કરી હતી જે રંગ લાવી છે અને ગઈકાલે જ શ્રીમતી અંજલીબેન કોટકની બદલી ભૂજ થી ગાંધીધામ ખાતે થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રઘુવંશી ક્રાંતિ મંચની સફળતા બદલ તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ મિત્રોને ખુબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *