દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર

દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર

Spread the love

દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર

 

ડો.ધર્મેશ ઠક્કરનું સ્વાગત કરતા આઈ.પી.એસ. જાડેજા સાહેબ

 

ખમીર અને ખુમારી એતો લોહાણા સમાજને વારસામાં મળેલી ભેટ છે, ઉત્તર ગુજરાત કે જે એક સમયે અલ્પ વિકસિત અને અલ્પ શિક્ષિત વિસ્તાર ગણાતો હતો તેવા સમયમાં વારાહી જેવા નાનકડા ગામમાં ભણી અને બી.ડી.એસ.પૂરું કરનાર ડો. ધર્મેશ ઠક્કરના જીવન ઉપર એક આખી ફિલ્મ બનાવી શકાય તેમ છે.

જામનગર ડેન્ટલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર ડો.ધર્મેશ ઠક્કર આજે ફક્ત કોઈ એક સમાજ જ નહી અમદાવાદ જેવા મોટા શહેરમાં અનેક નવા ડોક્ટર્સ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે.

અમદાવાદ, ગુજરાત સહીત વિદેશમાં પણ પોતાના એક કલીનીક સાથે ‘આશ્રય ડેન્ટલ કલીનીક’ નામની ૨૬ હોસ્પીટલની ચેન ઉભી કરનાર ડો.ધર્મેશ ઠક્કર માત્ર અમદાવાદ શહેર જ નહી વિદેશથી આવતા દર્દીઓમાં પણ અંત્યંત લોકપ્રિયતા મેળવી ચુક્યા છે. આજે પણ વિદેશથી અનેક દર્દીઓ દાંતની સારવાર કરવવા તેમના કલીનક પર આવે છે. આવું જો અન્ય સમાજના કોઈ ડોકટરે કરી બતાવ્યું હોય તો તે સમાજ આવા વ્યક્તિને ઠેક ઠેકાણે માન અને મોભાદાર સ્થાન આપી તેમની પ્રતિભાને સન્માનિત કરે જયારે શિક્ષિત અને વિકસિત કહેવાતા લોહાણા સમાજમાં આંતરિક રાજકારણ, પરસ્પર દ્વેષ અને ઈર્ષાને કારણે ડો. ધર્મેશ ઠક્કર જેવા પ્રતિભાશાળી ડોક્ટર બહુ લાઈટમાં આવી શક્યા નથી જે સમગ્ર સમાજ માટે દુખદ અને શરમજનક બાબત કહેવાય.

ડોક્ટર તરીકે પોતાના ૨૪ વર્ષની સફરમાં ૨૬ કલીનીક ખોલવા, તને સફળતા પૂર્વક ચલાવવા, આવનાર પ્રત્યેક દર્દીને યોગ્ય સારવાર આપવી તે કોઈ નાની સુની વાત તો નથી જ. એ સિવાય અનેક રોગમાં  વપરાતી અનેક પ્રકારની દવાઓ માટે ડો.ધર્મેશ ઠક્કરની કંપની ‘આશ્રય ફાર્માસ્યુટીકલ’ બનાવે છે. જે અનેક મહાનગરો અને રાજ્ય સરકારની અનેક હોસ્પીટલમાં સપ્લાય કરવામાં આવે છે, એ સિવાય ગુજરાતના અને ભારતના અનેક નામાંકિત ડોક્ટર્સ પણ ‘આશ્રય’ બ્રાંડ પર ભરોસો કરી તેમને ત્યાં આવતા દર્દીઓને તે દવા લખી આપે છે.

આટલી વ્યસ્તતા વચ્ચે પણ ડો.ધર્મેશ ઠક્કર હેમેશા લોહાણા સમાજનું કોઈ પણ કાર્ય હોય કરવા માટે હમેશા તૈયાર અને તત્પર હોય છે, રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો પણ લગભગ દરેક મુખ્ય પક્ષના મુખ્ય અને મોટા નેતાઓ સાથે તેમને પારિવારિક સંબંધો રહ્યા છે જેનો ક્યારેય તેમણે વ્યક્તિગત લાભ લીધો નથી.

સ્વબળે આગળ વધી સમાજને એક નવી દિશા આપનાર ડો.ધર્મેશ ઠક્કર જેવા વ્યક્તિ પાસે સમાજના અગ્રણીઓએ અને સંસ્થાઓએ સામેથી જવું જોઈએ અને અને તેમને સાથે રાખી સમાજના યુવાનોને એક નવો સંદેશ આપવો જોઈએ.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *