પોલીસ આપણા આંગણે કાર્યક્રમને મળેલી અદભૂત સફળતા : મોટી સંખ્યામાં નામાંકિત નાગરિકોએ ઉપસ્થિત રહી પોલીસ સાથે કર્યો સંવાદ

પોલીસ આપણા આંગણે કાર્યક્રમને મળેલી અદભૂત સફળતા : મોટી સંખ્યામાં નામાંકિત નાગરિકોએ ઉપસ્થિત રહી પોલીસ સાથે કર્યો સંવાદ

Spread the love

પાલડી પોલીસ સ્ટેશન અને ડો.ધર્મેશ ઠક્કર આયોજિત

પોલીસ આપણા આંગણે કાર્યક્રમને મળેલી અદભૂત સફળતા : મોટી સંખ્યામાં નામાંકિત નાગરિકોએ ઉપસ્થિત રહી પોલીસ સાથે કર્યો સંવાદ

 

શનિવારે તા.૪.૨.૨૦૨૩ ના રોજ સાંજે ૮ કલાકે પાલડી પોલીસ સ્ટેશન અને ડો. ધર્મેશ ઠક્કર દ્વારા ‘પોલીસ આપણા આંગણે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન-૭ હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસતા ડોક્ટર, એન્જીનીયર, સી.એ., શાળા સંચાલકો અને પ્રતિષ્ઠિત વેપારીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રોજિંદા જીવનમાં ઉભી થતી નાની મોટી તકલીફો વખતે પોલીસ સમક્ષ ના જતા લોકોએ ઉપસ્થિત રહી પોલીસ સાથે અનેક બાબતોમાં સીધો સંવાદ કર્યો હતો.

આ પ્રસંગમાં અમદાવાદ શહેરના એડીશનલ સી.પી. સેક્ટર-૧  શ્રી નીરજ બડગુજર સાહેબ

ડી.સી.પી.ઝોન-૭ શ્રી બી.યુ.જાડેજા સાહેબ ,ડી.સી.પી., ટ્રાફિક અમદાવાદ પશ્ચિમ    શ્રી નીતા એચ. દેસાઈ સાહેબ ,એ.સી.પી. એન. ડીવીઝન શ્રી નિધિ ઠાકુર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઝોન-૭ હેઠળ આવતા પોલીસ સ્ટેશન પાલડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.સિંધુ ,

સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે.વાય.વ્યાસ,વેજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે.બી.રાજવી ,સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વી.જે.ચાવડા ,આનંદનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ.દેસાઈ, એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી બી.જી.ચૈતરીયા ,બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી અભિષેક ધવન  ઉપસ્થિત રહ્યા હતા.

પાલડી-અંજલિ ચાર રસ્તા પાસે આવેલ હોટલ બોનહોમીના બેન્કવેટ હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો, અનેક નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહી પોલીસ સાથે અનેક વિષય પર સીધો સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે ઝોન-૭ વિસ્તારમાં વસતા અનેક નામાંકિત ડોક્ટર, એન્જીનીયર, સી.એ., બિલ્ડર્સ,વકીલ સહીત અનેક વ્યવસાય સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શેરબજારના નામાંકિત સંજયભાઈ ઠક્કર, વાઈડ એન્ગલ સિનેમાના માલિક મનુભાઈ પટેલ, બિલ્ડર મુન્નાભાઈ, જયમાડી ક્રેડીટ સોસાયટીના શ્રી અજીત પટેલ,નામાંકિત કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી,વકીલ શ્રીમતી આભા મકવાણા,ડો. ઝીલ ઠક્કર, સોફ્ટવેર એન્જીનીયર ભક્તિ ઠક્કર , સ્થાનિક અગ્રણી વેપારી વિપુલ ઠક્કર, મહેશભાઈ નાગદીયા, યોગેશભાઈ તન્ના, ફરસુભાઈ કોટક જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મુક્તમને અનેક વિષય પર પોલીસ સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે મીડિયાના મિત્રોની પણ નોંધપાત્ર હાજરી રહી હતી, ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓએ  પણ આ અવસરમાં થયેલા સવાલ અને નાગરિકોને પડતી હાલાકી સામે શક્ય તેટલી ઝડપે પગલા ભરવાનું આશ્વાસન આપ્યું હતું. પાલડી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી આ નવી પહેલને સૌએ મનભરીને વખાણી હતી જેનો શ્રેય પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.સિંધુ આપ્યો હતો અને ભવિષ્યમાં હજી વધુ નવા નવા કાર્યક્રમ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવયિત્રી શ્રીમતી જીજ્ઞા મહેતા અને તોફાની તાંડવના તંત્રી જીગર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *