પ્રચંડ ગરમી અને ચૂંટણીની કપરી કામગીરી વચ્ચે અમદાવાદ ફાયર બ્રિગેડની ઉત્તમ કામગીરી

પ્રચંડ ગરમી અને ચૂંટણીની કપરી કામગીરી વચ્ચે અમદાવાદ ફાયર બ્રિગેડની ઉત્તમ કામગીરી

Spread the love

પ્રચંડ ગરમી અને ચૂંટણીની કપરી કામગીરી વચ્ચે અમદાવાદ ફાયર બ્રિગેડની ઉત્તમ કામગીરી

ભારત આજે વિકસિત અને શિક્ષિત રાષ્ટ્ર બની ચુક્યો છે પરંતુ આજે ય ઘણી એવા સેવાકીય  વિભાગ છે જેના કર્મચારીઓની નોંધ લેવામાં આપણે સૌ ક્યાંક ઉણા ઉતરીએ છીએ અને તેમનો એક વિભાગ એટલે ફાયર બ્રિગેડ…

અમદાવાદ શહેર આજે સતત અને નિરંતર વિકસતું રહે છે, ગુજરાતના ખૂણે ખૂણેથી ગામડા અને નાના નાના તાલુકા જીલ્લા છોડી લોકો રોજી રોટી અને સારા જીવનની આશાએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી રહ્યા છે, અમદાવાદ શહેરમાં આજે ૫૫ આસપાસ પોલીસ સ્ટેશન છે, તેને અનુરૂપ એટલી જ કોર્ટ પણ છે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનો વ્યાપ અને વિસ્તાર વધવાના કારણે કોર્પોરેટરની સંખ્યા પણ વધી રહી છે અને કોર્પોરેશનની ઓફીસો પણ વધી રહી છે, આ તમામ પરિસ્થિતિમાં નથી વધી રહ્યા તો એ છે ફાયર સ્ટેશન..!!!

આગ, અકસ્માત, ભૂકંપ તથા ભારે વરસાદમાં પૂર જેવી સ્થિતિ વખતે ફાયર બ્રિગેડ એક માત્ર ઉપાય હોય છે. અને તે સમયે તેના તમામ અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય પોતાના જીવની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવતા હોય અને ઘણા કિસ્સામાં આવા જાંબાજ કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યાના પણ દાખલા છે. અને આટલી સુંદર કામગીરી બદલ પણ તેના કર્મચારીઓને સવલત નામે આજે પણ અનેક સમસ્યાઓ મળી રહી છે.

આજના અમદાવાદની વાત કરીએ તો એક જાડા અંદાજ મુજબ શહેરને હજી વધુ દસ ફાયર સ્ટેશનની જરૂર છે. હજી વધુ ફાયર કર્મચારીઓ અને અધિકારીઓની જરૂર છે. પણ આ બાબતે સરકાર અને અમ.મ્યુ.કોર્પોરેશન બંને અનિર્ણિત છે જે ખરેખર ખુબ જ દુઃખની વાત છે.

આજે કોઈ મેચ હોય, નેતાની રેલી હોય, ભાષણ હોય, નેતાનો કાફલો પસાર થવાનો હોય દરેક પરિસ્થિતમાં ફાયરના તમામ અધિકારીઓ પોતાના અન્ય તમામ કામ પડતા મૂકી એલર્ટ મોડ ઉપર રહેવું પડતું હોય અને બાદમાં તેમની ક્યાય નોંધ સુદ્ધા લેવામાં આવતી નથી. આજે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ પાસે જયેશ ખડિયા જેવા હોનહાર ફાયર અધિકાર છે જે સતત પોતાની ફરજને પૂરી ઈમાનદારીથી ન્યાય આપી પ્રજાના જાન માલનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને સાથે સાથે પોતાના સાથી અધિકારીઓ અને કર્મચારીઓનું પણ ધ્યાન રાખી રહ્યા છે. સામે પક્ષે આજ વિભાગમાં એવા પણ બે ચાર લોકો છે જે ફક્ત પોતાના ખિસ્સા ભરવા માટે માત્ર બે પાંચ હજારની રકમ લઇ સાવ ખોટી રીતે ફાયર એન.ઓ.સી. આપે છે અને કશું જોયા કે તપસ્યા વગર રીન્યુ પણ કરી આપે છે જેમના કારણે કારણ વગર આખો વિભાગ બદનામ થાય છે.

ખેર, સારા લોકો વચ્ચે લાંચિયાઓનું હોવું આજના સમયમાં નવી વાત નથી, પણ ખુશી એ વાતની જરૂર હોવી જોઈએ અને એ વાતની જનતાને નોંધ લેવી જોઈએ કે ફાયર વિભાગના સારા અને કર્મઠ અધિકારીઓ ઓછા સ્ટાફ સાથે પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *