બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી

બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી

Spread the love

બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી

તાજેતરમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં બેફામ વાહન હંકારી અકસ્માતના બે ત્રણ કિસ્સા સામે આવ્યા છે, એસ.જી.રોડ ઉપર બનેલ ડબલ અકસ્માતમાં નવ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઇ છે, આ ઘટનાના પડઘા શાંત થાય તે પહેલા જ અમદાવાદ પૂર્વના મણીનગર વિસ્તારની હદમાં દારૂના નશામાં ચકચૂર થઇ કાર હંકારી રહેલા ચાલકે વાહન પર કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, અને તે અગાઉ બાંકડા ઉપર બેઠલા વ્યક્તિઓ સમયસુચકતા વાપરી ગાડીની તીવ્ર ગતિ જોઈ પાછળ હટી ગયા હતા જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.

ત્યારબાદ અકસ્માત કરનાર નશાખોર કાર ચાલક અને તેની કારમાં બેઠેલા અન્ય મિત્રોને મણીનગરના રામબાગ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા અને જાહેરમાં ડંડાવાળી કરી હતી. જેનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો જેમાં પોતાને બુદ્ધિશાળી કહેતા અનેક લોકોએ પોલીસની આ કાર્યવાહીની નિંદા કરી હતી. જયારે મોટી અને બહોળી સંખ્યામાં લોકોએ આ કાર્યવાહીને યોગ્ય અને જરૂરી જણાવી હતી.

હવે આ ઘટનામાં પોલીસ અધિકારીનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે તો તેમણે જે કર્યું છે તે અભિનંદનને પાત્ર છે, આ સમગ્ર વીડીઓમાં જોઈ શકાય છે કે પોલીસે માત્ર જાહેરમાં ફટકાર્યા છે પરંતુ એવો કોઈ માર માર્યો નથી કે જે આંતકવાદી કે ત્રાસવાદીને મારવામાં આવે, આ માત્ર એક સંદેશ હતો બેફામ અને બેખોફ બની વાહન ચલાવતા વાહન ચાલકો માટે જે હાલમાં સંજોગમાં ખુબ જ જરૂરી હતો, કોઈ પોલીસ અધિકારી એ તો એક નવી શરૂઆત કરવાની જરૂર હતી જ, જેને મણીનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. દીપક ઉનડકટે કરી તે શરૂઆતને સ્થાનિક જનતાએ ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે.

પોતાનું શું થશે ? અધિકારીઓ શું કહેશે ? તેવા ડર વગર માત્ર અને માત્ર સત્યની સાથે રહી ખોટું કરનાર વ્યક્તિઓને સબક શીખવાડવો તે સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક પોલીસ અધિકારીની પ્રાથમિક ફરજ છે પણ વર્તમાન રાજનીતિમાં કોઈ પણ પોલીસ અધિકારી આવો નીડર નિર્ણય લેતા પહેલા નિર્ણય લીધા પછી આવનાર રાજકીય દબાણને કારણે માત્ર એક ઔપચારિકતા બતાવતા હોય છે. અને તેને કારણે આજે ગુનેગારોમાં પોલીસનો જે ડર અને ખોફ હોવો જોઈએ તે રહ્યો નથી.

આ પરિસ્થિતમાં મણીનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. દીપક ઉનડકટે જે હિંમતભર્યો નિર્ણય લઇ ગુનેગારોને જાહેર મેથીપાક આપ્યો છે તે અભિનંદનને પાત્ર છે, આગામી સમયમાં તે વિસ્તારમાં બેફામ કાર ચલાવનારાઓ હજાર વાર વિચાર કરશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *