ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ

ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ

Spread the love

ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ

 

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઘણી લોકસભા બેઠક એવી છે જેનો ઈતિહાસ ખુબ જ રોચક છે, એવી કેટલીક સીટો પૈકી એક સીટ એટલે ગાંધીનગર લોકસભા બેઠક, આ બેઠક પરથી અગાઉ ખુબ જ મોટા ગજાના અને દિગ્ગજ કહેવાય તેવા નેતાઓ ચૂંટણી લડી ચુક્યા છે કેટલાક વિજેતા બન્યા છે તો કેટલાક પરાજિત રહ્યા છે પણ બંને પરિસ્થિતમાં આ બેઠક પરથી ઉતરનારનું જાહેરજીવન લગભગ સમાપ્ત થઇ ગયાનો ઈતિહાસ મોજુદ છે.

ગાંધીનગર લોકસભા બેઠક ૧૯૬૭ માં અસ્તિત્વમાં આવી હતી અને ત્યાં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં કોંગેસના ઉમેદવાર તરીકે સોમચંદભાઈ સોલંકીએ પોતાનું નસીબ અજમાવ્યું હતું અને તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ ૧૯૭૭ માં યોજાયેલ ચૂંટણીમાં જનતા પાર્ટીના ઉમેદવાર પુરષોત્તમ માવલંકર આ બેઠક પર વિજેતા બન્યા હતા.૧૯૮૦ ના યોજાયેલ ચૂંટણીમાં કોંગેસના ઉમેદવાર અમૃતભાઈ પટેલ સામે માવલંકરનો પરાજય થયો હતો. ૧૯૮૪ માં કોંગેસના ઉમેદવાર આઈ.જી.પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા અને પુનઃ આ બેઠક પર કોંગેસે કબજો કર્યો હતો. ૧૯૮૯ માં યોજાયેલ ચૂંટણીમાં તે સમયના ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા આ બેઠક પર વિજેતા બન્યા હતા. બે વર્ષ બાદ ૧૯૯૧ ફરી યોજાયેલ ચૂંટણીમાં આ બેઠક પર થી ભાજપના રાષ્ટ્રીય નેતા એલ.કે.અડવાણી આ બેઠક પર ભારે મતોના અંતરથી વિજયી બન્યા હતા. ત્યારબાદ ૧૯૯૬માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ અને રાષ્ટ્રીય નેતા અટલ બિહારી વાજપાઈ આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા ને જીત્યા હતા પરંતુ તેઓ લખનૌ અને ગાંધીનગર બંને બેઠક પરથી લડ્યા હતા અને બંને બેઠક પર વિજયી બન્યા હોવાથી તેમણે ગાંધીનગર લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. બાજપાઈના રાજીનામાં બાદ યોજાયેલ પેટા ચૂંટણીમાં વિધાનસભાના પૂર્વ સ્પીકર અને પ્રખર ધારાશાસ્ત્રી એચ.એલ.પટેલના પુત્ર વિજય પટેલ અને ફિલ્મ સ્ટાર રાજેશ ખન્ના વચ્ચે રોચક ચૂંટણી જંગ થયો હતો તેમાં વિજય પટેલ વિજય બન્યા હતા અને રાજેશ ખન્નાની હાર થઇ હતી. ગત ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા અને ત્યારબાદ તેઓ દેશના ગૃહમંત્રી બન્યા છે. આ બેઠક પર ૧૯૮૯થી સતત ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે. આ લોકસભા બેઠક પરથી એક જે તે સમયના ભાવી અને હાલના પૂર્વ મુખ્યમંત્રી વિજયી બન્યા છે, દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ પણ આજ બેઠક પર વિજેતા બન્યા હતા પરંતુ તેમને લખનૌ બેઠક પર ચાલુ રહી આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું, એલ.કે.અડવાણી અને અમિત શાહ બંને આ બેઠક પરથી વિજેતા બની દેશના ગૃહમંત્રીનું પદ શોભાવ્યુ છે. દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન.શેસાન પણ આ બેઠક પર પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે પણ તેઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે.

આ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠક આવે છે. જેમાં વેજલપુર, સાણંદ, નારણપુરા, ઘાટલોડિયા, કલોલ,ગાંધીનગર (ઉત્તર) અને સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *