હિતેશ પંચમતિયાએ ભાજપ સાથે છેડો ફાડતા ભાજપમાં સોંપો : આપ મજબૂત સ્થિતિમાં
સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષ માટે અત્યારે એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે, સૌરાષ્ટ્ર લોહાણા સમાજના અગ્રણી અને ઇન્ટરનેશનલ લોહાણા સમાજના પ્રમુખ, ભારતીય જનતા પક્ષના આર્થિક સેલના સહ કન્વીનર એવા શ્રી હિતેશ પંચમતિયાએ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં દબદબાભેર પ્રવેશ કરી લીધો છે. હિતેશ પંચમતિયાની લોકપ્રિયતા ને જોતા તેમનું આ સમયે ભારતીય જનતા પક્ષને છોડી દેવું ભારતીય જનતા પક્ષને આગમી ચૂંટણીમાં ખુબ જ ભારે પડી શકે તેમ છે.
લોહાણા સમાજના મોટા ભાગના આગેવાનો અત્યારે આમ આદમી પાર્ટીને પોતાની પ્રથમ પસંદગી ગણાવી રહ્યા છે તે માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપ તરફથી થયેલી ઉપેક્ષા જવાબદાર હોવાનું લાગી રહ્યું છે. જે પક્ષમાં અત્યારે લોહાણા સમાજના અગ્રણીઓ વર્ષોથી પક્ષને વફાદાર છે ત્યાં પણ તેમની જેટલી કદર થવી જોઈએ એટલી થતી નથી અને દરેક રાજકીય પક્ષ તે માટે ઓછી વસ્તી હોવાનું બહાનું આગળ ધરે છે.
એક તરફ વિકાસ અને શિક્ષિત વ્યક્તિની વાતો કરવી અને બીજી તરફ કર્મઠ અને વફાદાર નેતાઓની જ્ઞાતિ જોતા રાજકીય પક્ષોને પાઠ ભણવવાનો સમય હવે પાકી ગયો છે તેવી લાગણી આજકાલ દરેક સમાજના યુવાનોમાં જોવા મળી રહી છે.
જો જામખંભાળિયાની વાત કરીએ તો હિતેશ પંચમતિયા આગામી વિધાસભાની ચૂંટણીમાં અનેક રાજકીય પંડિતોનું વિશ્લેશ ખોટું પાડી બતાવે તેટલા સક્ષમ અને મજબૂત નેતા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષ તેમને સાચવવામાં ઉણો ઉતર્યો હોય તેવું લાગી રહ્યું છે.
ગઈકાલે શ્રી પંચમતિયાએ આમ આદમીમાં વિધિવત પ્રવેશ કર્યો છે તેવી સોશિયલ મીડિયા મારફત જાણ થતા જ હજારો જ્ઞાતિજનોએ તેમને હરખભેર આવકાર આપી તેમના નિર્ણયને વધાવી લીધો છે. તોફાની તાંડવ પરિવાર તરફથી પણ હિતેશ પંચમતિયાને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવાવમાં આવી છે.
Leave a Reply