રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજમાં રઘુવંશી ક્રાંતિ મંચની કામગીરી કાબિલ-એ-દાદ
લોહાણા સમાજને રાજકીય રીતે મજબૂત કરવા અને સંગઠિત કરવામાં આશયથી શરુ કરવામાં આવેલી લોહાણા સમાજની સંસ્થા ખુબ જ ટૂંકા ગાળામાં યશસ્વી કામગીરી કરી રહી છે, કોઈ પણ જાતના વાદ-વિવાદ વગર આગળ વધી રહેલી આ સંસ્થાનો મુખ્ય આશય આગામી વિધાનસભા ચૂંટણી અને તે પછી આવનારી તમામ ચૂંટણીઓમાં લોહાણા સમાજને વસ્તી આધારિત પ્રાધાન્ય મળે અને સમાજના રાજકીય વ્યક્તિઓને આગળ લઇ જવાનો રહ્યો છે.
શ્રી ફરસુભાઈ ગોકલાણી જેવા એક પીઢ અનુભવી રાજકીય આગેવાન અને શ્રી અશ્વિન વિઠ્ઠલાણી (કોડીનાર) જેવા સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ધર્મેશ ઠક્કર પોતાની ટીમ સાથે સતત આગેકુચ કરી રહ્યા છે. આજના વર્તમાન સમયની માંગ છે કે સમાજનો દરેક વ્યક્તિ આવી સંસ્થાઓને પોતાનું સમર્થન આપી સમાજને મજબૂત કરવામાં પોતાનો ફાળો આપે.
છે છ મહિનામાં જે રીતે રાજકીય પક્ષોએ લોહાણા અગ્રણીઓની નોંધ લઇ તેમને પોતાના પક્ષમાં માનભેર આપવાની શરૂઆત કરી છે ક્યાંક ને કયાંક તેના માટે રઘુવંશી ક્રાંતિ મંચની મહેનત હોવાનું અનેક જ્ઞાતિ અગ્રણીઓ માની રહ્યા છે.
ચોટીલામાં પ્રથમ એક નાની મીટીંગથી શરુ થયેલી રઘુવંશી ક્રાંતિ મંચની સફર આજે ખુબ જ આગળ વધુ ચુકી છે, રાધનપુર અને મોરબીમાં ઉમટેલી પ્રચંડ જનમેદની એ વાતનો નક્કર પુરાવો કહી શકાય તેમ છે.
આ સંસ્થામાં વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ નગદીયા જેવા એક ધીર ગંભીર અને ઠરેલ રાજકીય વ્યક્તિ છે તો તેમની સાથે યુવા કાળથી વિદ્યાર્થી નેતા રહેલા યોગેશ તન્ના તેમના મજબૂત સાથી બની સાથ નિભાવી રહ્યા છે, સૌરાષ્ટ્રમાં હિરેન મશરૂ આ સંસ્થાના બેનરને ઉજાગર કરી રહ્યો છે તો યુવા અગ્રણીઓમાં મુન્નાભાઈ ઠક્કર, પરાગ ઠકકર અને હિરેન ઠક્કર, કાર્તિક લાખાણી અને કીર્તન ઠક્કર જેવા યુવાનો પણ આ સંસ્થા માટે હરહંમેશ કઈક નવું કરવા તૈયાર જોવા મળે છે.
રઘુવંશી ક્રાંતિ મંચ ધીમા પણ મક્કમ પગલે મક્કમ અને મજબૂત ઈરાદા સાથે આગળ વધી રહ્યું છે, ગ્રામ્ય લેવલ થી લઇ શહેરી વિસ્તાર સુધી સૌથી પહેલા મજબૂત પાયા નાખી રહ્યું છે આગમી સમયમાં આ વિચારધારા અને આ ટીમની મહેનત રંગ લાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
Leave a Reply