સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ

સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ

Spread the love

સોમવાર તા.૩૧ ઓક્ટોબરના રોજ જલારામ જયંતીની ઉજવણી ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાની અગાઉથી જ તૈયારીઓ દરવર્ષ જેમ જોરશોરથી શરુ થઇ ગઈ હતી, અને લગભગ બધી તૈયારીઓ પૂર્ણ પણ થઇ ગઈ હતી, પરંતુ એક દિવસ અગાઉ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના ના કારણે ગુજરાતના અનેક શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે.

સમાજ ગમે તો હોય, પંથ ગમે તે હોય આખરે એ વાત સાબિત થાય છે કે હજી ગુજરાતના લોકોમાં માનવતા જીવિત છે, મળી રહેલા સમાચાર અને તસવીરો જોતા લગભગ દરેક જગ્યાએ કાર્યક્રમની શરૂઆત પહેલા મોરબીના મૃતકોને મૌન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને દરેક જગ્યાએ ભજન, કીર્તન અને ઈશ્વરની આરાધના કરી આ અવસરની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મુન્નાભાઈ ઠક્કરના માતૃશ્રીના સ્મરણાર્થે બનેલ પૂ.જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતી ખુબ જ ધામધૂમથી ઉજવવાનું નક્કી કરેલ હતું, ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા પરંતુ મોરબી દુર્ઘટનાના કારણે પ્રમુખ ડો.ધર્મેશ ઠક્કર અને તેમની કારોબારી દ્વારા આ અવસર સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું નક્કી કરી સંસ્થા નવી હોવા છતાં તેની વિચારધારા કેટલી ઉમદા અને પીઢ છે તે બતાવી દીધું હતું.

રઘુવંશી સત્સંગ પરિવારના મેહુલકુમાર ઠક્કર દ્વારા પોતાના મધુર અવાજમાં જલારામ બાપાની ધૂન અને હનુમાન ચાલીસના પાઠનું જયારે પઠન કરવામાં આવ્યું ત્યારે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીના મૃતકો માટે બે મીનીટનું મૌન રાખી તેમના આત્માની શાંતિ માટે દેવાધિદેવ મહાદેવની પ્રાર્થના કરવામાં આવી હતી. મંદિરના ચિક્કાર ભરેલા હોલમાં સૌના ચહેરા ઉપર ક્યાંક મોરબીનું દર્દ તો ક્યાંક જલારામ બાપા પ્રત્યેનો અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા દેખાતા હતા.

આ કાર્યક્રમમાં રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય પ્રમુખશ્રી ડો.ધર્મેશ ઠક્કર, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ નગદિયા,કેન્દ્રીય ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ તન્ના, રાજકીય સલાહકાર શ્રી મહેશભાઈ ઠક્કર, શ્રી કાર્તિક લાખાણી, શ્રી સૌરભ ઠક્કર, મધ્ય ગુજરાત સમિતિમાંથી શ્રી અલકાબેન ઠક્કર, જાણીતા ફિલ્મી અભિનેતા રાકેશ પુજારા, મહામંત્રી મુન્નાભાઈ ઠક્કર, કેન્દ્રીય સમિતિના સભ્ય ભાવેશ ઠક્કર, મધ્ય ગુજરાતમાંથી હિતેશભાઈ ઠક્કર, ઉત્તર ગુજરાતમાંથી નરોત્તમભાઈ ઠક્કર, કેન્દ્રીય સમિતિ જગદીશભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ધ્રુવ રવાણી (સાવરકુંડલા) સહીત અનેક મહાનુભાવો આ અવસરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરમાં મીડિયાના મિત્રો શ્રી કિશોરભાઈ ઠક્કર, મયુરભાઈ ઠક્કર, જીતેશભાઈ ઠક્કર સહીત તોફાની તાંડવની ટીમ ઉપસ્થિત રહી હતી.

અમદાવાદના નિર્ણયનગર ખાતે જલારામ જયંતીની ઉજવણી દરવર્ષે કરવામાં આવે છે, તે મંદિરનું નિર્માણ રઘુવંશી ક્રાંતિ મંચના હોંશિલા અને જોશીલા પદાધિકારી શ્રી મુન્નાભાઈ ઠક્કરના માતૃશ્રીના સ્મરણાર્થે કરવામાં આવેલ છે, મુન્નાભાઈ ઠક્કરના રાજકીય અને સામાજિક સંબંધોને કારણે તેમના આમંત્રણને માન આપી આ અવસરમાં ખુબ જ મોટી સંખ્યામાં સગા,સંબંધીઓ અને મિત્રો પધાર્યા હતા.

ઉપસ્થિત તમામ મહાનુભાવોનું મુન્નાભાઈ ઠક્કરના પિતાશ્રી દ્વારા જલારામ બાપાની સુંદર તસ્વીર સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુન્નાભાઈના પરિવારજનો સ્વયંસેવક બની આવેલા મહેમાનોની દેખભાળ રાખતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર અવસર દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓએ ઉપસ્થિત રહી તમામ પ્રકારનો સાથ અને સહયોગ પૂરો પાડ્યો હતો.


કાર્યક્રમના અંતે શ્રી મુન્નાભાઈ ઠક્કર તરફથી ઉપસ્થિત તમામ ભાવકોનો, મિત્રોનો અને સ્નેહીજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને લગભગ બે હજાર કરતા વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક હાથમાં દીવા લઇ બાપાની આરતી કરી હતી અને અવસરના અંતે સૌ સાથે ભોજન પ્રસાદ લઇ છુટા પડ્યા હતા.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *