શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપુર સાથે ગણેશ ચતુર્થી પર્વની ધૂમ : ચારેકોર ગણપતિનો જયજયકાર
પવિત્ર શ્રાવણ માસના સમાપન સાથે જ ભાદરવા મહિના એ વાતવરણમાં તેની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે, ભારે વરસાદ છતાં ગરમીનો જોર વધતું જાય છે અને આ બધાની વચ્ચે આજે ભક્તોનો મનગમતો અને માનીતો તહેવાર ગણેશ ચતુર્થી આંગણે આવીને ઉભો છે ત્યારે સમગ્ર દેશ આજે ગણેશમય બની ભગવાન શ્રી ગણેશને આવકારવા થનગની રહ્યો છે.
ભક્તોની શ્રદ્ધા અને આસ્થા મુજબ આજથી ગણપતિની સ્થાપના કરવામાં આવશે જેમાં એક દિવસથી લઇ દસ દિવસ સુધી ગણપતિને બિરાજમાન કરવામાં આવશે અને શ્રદ્ધાપૂર્વક તેમની ભક્તિ કરવામાં આવશે. ગણપતિની સ્થાપના સાથે જ આજથી દિવાળી પર્વના આગમનની ઘડીઓ ગણવાની શરૂઆત થઇ ગઈ છે.
તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ ગણપતિબાપાના ભક્તોને આજના પર્વની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવાવમાં આવી છે અને ભગવાન શ્રી ગજાનન ગણપતિબાપા સદાય ભક્તો પર સ્નેહ વરસાવતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
Leave a Reply