અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી

Spread the love

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી

ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની પસંદગી અંગે એક મહિના અગાઉ વડોદરા ખાતે આવેલ શ્રી જલારામ લોહાણા કોમ્યુનીટી સેન્ટર ખાતે ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અનેક જીલ્લામાંથી પચાસ કરતા વધુ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે જ મીટીંગમાં આગામી પ્રમુખની પસંદગી માટે સંકલન સમિતિ બનાવવામાં આવી હતી જેમાં અગિયાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને મંગળવાર તા.૧૮.૦૬.૨૦૨૪ ના રોજ વડોદરા શ્રી જલારામ લોહાણા કોમ્યુનીટી સેન્ટર ખાતે સંકલન સમિતિના સભ્યોની મીટીંગ મળી હતી જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઠાકોરભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ ઉમંગભાઈ ઠક્કર, મહામંત્રી મગનભાઈ રૂપાવેલ, વરિષ્ઠ ઉપપ્રમુખ પ્રવીણભાઈ ઠકકર, ખજાનચી શૈલેશભાઈ સોનપાલ, નરેશભાઈ પુજારા, અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ માવાણી, મુકેશભાઈ ઠક્કર, અતુલભાઈ પાવાગઢી, તથા અનિલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા જયારે વર્તમાન વિદાય લઇ રહેલા પ્રમુખ ધનવાનભાઈ કોટક નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા પરંતુ તેમણે ફોનથી પોતાની ઉપસ્થિત દર્શાવી હતી.

બરાબર પાંચ વાગે શરુ થયેલી બેઠકમાં સૌ પ્રથમ વડોદરા લોહાણા મહાજન પ્રમુખ શ્રી મગનભાઈ રૂપાવેલ દ્વારા તમામ સભ્યોને આવકારવામાં આવ્યા હતા અને આજની મીટીંગ સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટે સૌનો સાથ અને સહયોગની અપેક્ષા રાખી હતી ત્યારબાદ અગાઉના પ્રમુખશ્રીઓ કરેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અખિલ ગુજરાત લોહાણા સમાજના હિસાબ બાબતે ઠાકોરભાઈ ઠકકરે સંસ્થા વતી તમામ હિસાબ ઓડીટ કરી ટૂંક સમયમાં ચેરીટી ઓફિસમાં રજુ કરશે અને જરૂર પડશે તો સમાજ સમક્ષ રજુ કરશે તેવી નક્કર ખાતરી આપી હતી સાથે તેમણે આગામી એક મહિનાની અંદર અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટમાં નવા ત્રણથી ચાર ટ્રસ્ટીઓની નિમણુક કરવાની પણ ખાતરી આપી હતી. પૂર્વ પ્રમુખ ઉમંગભાઈ ઠકકરે સમાજ નવા સુકાનીના માર્ગદર્શન હેઠળ વધુ મજબૂત બને તે માટે શુભકામના પાઠવી હતી, મુકેશભાઈ ઠકકરે સમાજની સંસ્થાની સાથે રહી સમાજને વધુ મજબૂત કરવાની વાત કરી હતી, આણંદ લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર અને સુરત ઘોઘારી લોહાણા મહાજનના પ્રમુખ શૈલેશ સોનપાલે અખિલ ગુજરાત લોહાણા સમાજ સંસ્થા પ્રગતિના અનેક શિખરો સર કરે તેવી શુભકામનાઓ સાથે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતો, વડોદરા મહાજન અગ્રણી અનિલભાઈ ઠક્કર અને આણંદ મહાજન અગ્રણી અતુલભાઈ પાવાગઢીએ પણ સુંદર અને પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું. ત્યારબાદ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ માવાણીએ નવા પ્રમુખના નામ અંગે જામનગર લોહાણા સમાજના અગ્રણી શ્રી જીતુભાઈ લાલના નામની દરખાસ્ત મૂકી હતી જેને ઉપસ્થિત તમામ સભ્યોએ કોઈ પણ જાતના વાંધા કે વિરોધ વિના સંપૂર્ણ બહુમતીથી મંજૂરી આપી વધાવી લીધી હતી જેમાં તુરંત બાદ વડોદરા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મગનભાઈ રૂપાવેલ દ્વારા ધનવાનભાઈ કોટકને ફોન કરી તેમનો અભિપ્રાય પૂછ્યો હતો જેમાં ધનવાનભાઈ કોટકે પણ જીતુભાઈ લાલના નામને સમર્થન આપ્યું હતું અને તેમણે પણ પોતાના પ્રમુખ તરીકેના શાસનકાળનો તમામ હિસાબ ટૂંક સમયમાં જાહેર કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ જીતુલાલનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે જીતુભાઈ લાલ ગુજરાતના મુખ્યમંત્રીની સાથે મીટીંગમાં વ્યસ્ત હોઈ તેમની સાથે વાત થઇ શકી નહોતી પરંતુ થોડીક જ વારમાં તેમનો ફોન આવતા સ્પીકર ફોન ચાલુ કરી તેમને સંકલન સમિતિએ લીધેલ નિર્ણયની જાણ કરી તમામ સભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જીતુભાઈએ તમામ વડીલો અને મિત્રો પાસે સાથ અને સહકારની અપેક્ષા રાખી હતી અને સમાજના સંગઠનને વધુ ને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધવાની વાત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી મંદ પડી ગયેલી અખિલ ગુજરાત લોહાણા સમાજને જીવંત અને જાગૃત કરવાનો શ્રેય અનેક જાગૃત લોહાણા સમાજના અગ્રણીઓને ફાળે જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ પોતાની વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લા ઘણા સમયથી સતત સમાજની અને સંસ્થાની ચિંતા કરનાર મગનભાઈ રૂપાવેલ, પ્રવીણભાઈ ઠક્કર, શૈલેશભાઈ સોનપાલ, નરેશભાઈ પુજારા, ઉમંગભાઈ ઠક્કર જેવા મહાનુભાવોની કામગીરી કાબિલ-એ-દાદ અને અભિનંદનને પાત્ર છે.

વડોદરા લોહાણા મહાજનના યુવાનો કૃણાલ રુપાવેલ અને કલ્પેશ મૃગ દ્વારા સતત આ બીજા અવસરમાં પણ તમામ મહેમાનોની જે સત્કાર કરવામાં આવ્યો તેને બિરદાવવા માટે કદાચ શબ્દો ઓછા પડી જાય એમ છે. પરંતુ એક વાત ચોક્કસ લખી શકાય કે આદરણીય મગનકાકાના સાનિધ્યમાં એક મજબૂત યુવા પેઢી વડોદરા ખાતે તૈયાર થઇ રહી છે.

ઘણા લાંબા સમય પછી લોહાણા સમાજની કોઈ એવી મીટીંગ સંપન્ન થઇ કે જેમાં મીટીંગ બાદ પણ સૌ ખભે ખભા મિલાવી હસતા ચહેરે જોવા મળ્યા હતા કદાચ નવા પ્રમુખને આ રીતે ઈશ્વરીય આશીર્વાદ મળ્યા હશે તેમ માની લઈએ અંતમાં તોફાની તાંડવ પરિવારને ખાસ મીડીયા કવરેજ માટે આમંત્રિત કરી મુઠ્ઠી ઊંચું સ્થાન આપવા બદલ વડોદરા લોહાણા મહાજન અને તેના તમામ સભ્યોનો તોફાની તાંડવ પરિવાર આભાર વ્યક્ત કરે છે અને નવા સુકાની જીતુભાઈ લાલને ધોધમાર શુભકામનો પાઠવે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *