રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

Spread the love

એક રાહ છે મારી અધુરી તારા વગર

એક ચાહ છે મારી અધુરી તારા વગર

રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

રોટરી કલબ ગાંધીનગર અને કલરવ સાહિત્યિક પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.૧૮.૧૨.૨૦૨૨ ને રવિવારના રોજ ગાંધીનગર સેકટર-૨૨ ખાતે આવેલ ફીઝીયોથેરાપી સેન્ટરના હોલમાં ખુબ જ સુંદર રીતે સંપન્ન થયું. ગુજરાતી કવિતા વિશ્વના પ્રતિષ્ઠિત ગઝલકાર શ્રી કિશોર જિકાદરા, પ્રતાપસિંહ ડાભી “હાકલ”,  જિગર ઠક્કર “ગઝલનાથ” અને દુરદર્શનના નિર્માતા અને સુપ્રસિદ્ધ ગીતકારશ્રી પ્રશાંત કેદાર જાદવની ઉપસ્થિતિથી ઉપસ્થિત તમામ કવિઓ મ્હોરી ઉઠ્યા હતા. કલરવ સાહિત્ય ગૃપનાં શ્રી નિરંજન શાહ”નીર”,  ગીતાબેન પંડયા”વેલી”, શીલા પટેલ “આંકાક્ષા”, પ્રણવ ઝાખર “કિસના” ,પાયલ શાહ “ઝાકળ ” સાથે કલરવ સાહિત્ય ગૃપનાં સમગ્ર ગુજરાતમાંથી આવેલ નવોદિત ત્રીસ જેટલા કવિ/ કવિયત્રીઓએ સુંદર કાવ્યોનું પઠન કરી વાતાવરણને કાવ્યમય બનાવી દીધું હતું.

 આ પ્રસંગે વડોદરાનાં કવિયત્રી લતાબેન પંડયા “વેલી” ના કાવ્યસંગ્રહ “કાવ્ય વેલી”નું વિમોચન પણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિગર ઠક્કર”ગઝલનાથ” અને નીનાબેન દેસાઇ “નીજ” દ્વારા કરવામાં આવ્યું હતું.

કવિ સંમેલનમાં રજુ થયેલ કેટલાક શેર આ મુજબ હતા.

તમે ઉપલક નજરથી જોઈ લો એ કેમ ચાલે?

મને  તો  વાંચવો  પડશે  સમય  કાઢી તમારે !

કિશોર જિકાદરા

 

કેદ  કરવી  છે  ઘણી  મુશ્કેલ  જે,

એ   હવાને   બાંધવાની  જીદ  છે.

             નિરંજન શાહ “નીર”

જેની આંખોમાં જોઈને જ લખ્યું છે,

એને શંકા છે કે આ તેં જ લખ્યું છે.

– નીતિન ભટ્ટ ‘હરામી’

ધરી નામ નિશા એ પુનમે ઝળહળે છે, ભરી પા પા પગલી એ મંઝીલને પગમાં ભરે છે,

નથી હોતાં જીવનનાં માર્ગો સરળ અને લીસા, ઢળે સૂરજ ક્ષિતીજે ત્યારે ઉગે છે નિશા

નિશા નાયક “પગલી”

બીજો આવે જનમ જયારે તું કાપી લે જે એમાંથી,

હું એને જોઈ લઉં ક્ષણ આપ બે ઉધાર સમજીને.

જીગ્નેશ ક્રિસ્ટી ” સંગત”

કોરા કાગળ પર ભીંની શાહીના હસ્તાક્ષર છે, દોસ્તો.

ક્યારે પણ ના જોવાયેલા એવા જન્માક્ષર છે.દોસ્તો!!

                   ઝંખના શાહ’ઝંખના’

ઈશ્વર ક્યારેક તો તારી આ દુનિયા પર્  શંકા થાય છે,

 એક માણસ રજળે છે અહી  અને  પથ્થર પૂજાય છે.

પ્રણવ ઝાંખર

દિવસે હું શોધ્યા કરું ક્યાંય નજર ન આવે,

મા,મને મળવા રાતે  સ્વપ્નમાં તું રોજ આવે.

શીલાપટેલ “આકાંક્ષા”

હૃદયમાં અંકિત છબીને ઘડી ઘડી સાદ ના કર,

અભડાઈ જશે એકલતા, સંગાથની વાત ના કર!

પાયલ શાહ “ઝાકળ”

પહેલા કવિને વાંચવા ગમે,

પછી કિતાબો કાયમ ગમે.

-ત્રિલોક કંડોલીયા “ખાખી” સૂરત

આ ખુદ્દારી મારી, કાયમ સાથમાં છે ને રહેશે,

હું  પણાનો  ભાર,  મારી જાતમાં છે ને રહેશે.

-સંદીપ પટેલ ‘કસક’

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *