પાલડી પોલીસ સ્ટેશનમાં કિડ્સ રૂમનું એડી.કમિશ્નર શ્રી નીરજ બડગુજરના હસ્તે લોકાર્પણ થયું
પાલડી પોલીસ સ્ટેશનમાં કિડ્સ રૂમનું એડી.કમિશ્નર શ્રી નીરજ બડગુજરના હસ્તે લોકાર્પણ થયું
અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓના ફરજ દરમ્યાન સાથે લાવવા પડતા નાના બાળકો માટે તથા પાલડી પોલીસ દ્વારા કોઈ મહિલા આરોપીને લાવાવવામાં આવે તે દરમ્યાન તેમના નાના બાળકો માટે એક સુંદર મજાના કિડ્સ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું.
જેનું ગઈકાલે શનિવારે સાંજે અમદાવાદ શહેરના એડી.સી.પી. સેક્ટર-૧ શ્રી નીરજ બડગુજર સાહેબના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડી.સી.પી.ઝોન-૭ શ્રી બી.યુ.જાડેજા સાહેબ ,ડી.સી.પી., ટ્રાફિક અમદાવાદ પશ્ચિમ શ્રી નીતા એચ. દેસાઈ સાહેબ તથા એ.સી.પી. એન. ડીવીઝન શ્રી નિધિ ઠાકુર સાહેબ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રંસગે ઝોન-૭ હેઠળ આવતા પાલડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.સિંધુ,
સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે.વાય.વ્યાસ, વેજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે.બી.રાજવી, સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વી.જે.ચાવડા, આનંદનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ.દેસાઈ, એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી બી.જી.ચૈતરીયા, બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી અભિષેક ધવન ઉપસ્થિત રહ્યા હતા.
પાલડી પોલીસના આ સરાહનીય કાર્યને તમામ પોલીસ અધિકારીઓએ વખાણ્યું હતું અને ભવિષ્યમાં દરેક પોલીસ સ્ટેશનમાં આવા કિડ્સ રૂમ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો.
Leave a Reply