ખાડિયા ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મહાકાય જમીન કૌભાંડ : એક રૂપિયા ભાડામાં અપાયેલી કરોડોની જમીન
અમદાવાદ શહેરનો ખાડિયા વિસ્તાર એટલે હિન્દુત્વનો ગઢ ગણાતો વિસ્તાર ખાડિયા વિધાનસભાની સીટ ઉપર અશોક ભટ્ટ જીવ્યા ત્યાં સુધી અજેય રહ્યા અમે તેવી વિકટ પરિસ્થિતમાં પણ ખાડિયાની સીટ હમેંશા ભારતીય જનતા પક્ષ જીતી શકતું હતું. એજ ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના એક નેતા દ્વારા એક તરફ હિન્દુત્વની વાતો વચ્ચે પોતે જયારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સત્તામાં ઉપર હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કરી તેમણે અમદાવાદના એક મુસ્લિમ પરિવારને કરોડો રૂપિયાની કિંમતની કહી શકાય તેવી જમીન ફક્ત એક રૂપિયા ટોકન ભાડામાં આજીવન ભાડેથી આપી દેવામાં આવી છે, મજાની વાત તો એ છે કે આ જગ્યા ભાડે લેનાર વ્યક્તિ એ આ જમીન અન્ય વ્યક્તિઓને વેચી દીધી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના શાહવાડી વિસ્તારમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની માલિકની જમીન અલગ અલગ વીસ કરતા વધુ વ્યક્તિઓને ફક્ત એક રૂપિયા ટોકન ભાડામાં આપવામાં આવી છે, આ સમગ્ર કૌભાંડમાં આર.ટી.આઈ. કરી તમામ માહિતી અને કાગળો એકત્રિત કરતા ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિની સહી થી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને મહત્વની કહી શકાય તેવી માહિતી અને કાગળો અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં આ કૌભાંડ કરનાર ભાજપના નેતા પોતાને વિધાનસભાની ટીકીટ મળે તે માટે ભારે મહેનત કરી રહ્યા છે પરંતુ આ જમીન કૌભાંડ તેમની તમામ આશાઓ ઉપર પાણી ફેરવી નાખશે તેવું લાગી રહ્યું છે.
Leave a Reply