મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી

મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી

Spread the love

મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી

મંબઈ હાલાઈ લોહાણા મહાજનમાં આવતીકાલે રવિવારે તા.૨૩ માર્ચના રોજ ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી યોજાનાર છે જેમાં બે પેનલ સામે સામે ચૂંટણી લડી રહી છે, જેમાં વર્તમાન ટ્રસ્ટીઓ એ પોતાની પેનલને પ્રગતિ પેનલ નામ આપેલ છે,જયારે સામે પક્ષે ગૌરવ પેનલ ચૂંટણી લડી રહી છે. ગૌરવ પેનલ દ્વારા અગાઉ કરવામાં આવેલ ગંભીર આરોપ અને આક્ષેપોનો પ્રમુખ સતીસ દત્તાણી અને સુરેશભાઈ પોપટે મુદ્દાસર જવાબ આપેલ અને જણાવેલ કે આ તમામ આરોપ ખોટા અને પાયાવિહોણા છે. જેના જવાબમાં ગૌરવ પેનલ તરફથી એક પણ નવો સવાલ કે જવાબ સામે વાંધો સામે આવ્યો નહોતો.

ચૂંટણીના એક દિવસ અગાઉ શનિવારે સવારથી કેટલાક વોટ્સઅપ ગ્રુપમાં ફરીથી એજ જુનો આરોપ અને આક્ષેપ સાથે ફરીથી વાતાવરણમાં ગરમી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની જાણ થતા મુંબઈ હાલાઇ લોહાણા મહાજનના પ્રમુખ સતીસ દત્તાણીએ તોફાની તાંડવને ફોન કરી માહિતી આપી હતી કે વર્તમાન ટ્રસ્ટીઓ ઉપર ચેરીટી કમિશ્નર અને સેશન કોર્ટ જેવી જગ્યા એ અરજીઓ અને ફરિયાદ થયેલ છે, જેમાં દરેક જગ્યા એ ટ્રસ્ટનો વિજય થયો છે, એક બે કેસ હજી પેન્ડીંગ છે ક્યાંક પણ ટ્રસ્ટનો પરાજય થયો નથી, કોઈ નિર્ણય આજ સુધી ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓ વિરુદ્ધ આવેલ નથી. આ સંજોગમાં માત્ર માની લેવાથી કે ધારી લેવાથી સત્ય બદલાઈ જતું નથી.

સતીસ દત્તાણી એ જણાવ્યું હતું અમને જે રીતે સમાજના લોકોનો પ્રેમ અને સહકાર મળી રહ્યો છે તે જોતા સામેના ઉમેદવારો હતાશ અને નિરાશ થયેલા છે અને મનઘડત આરોપ મૂકી રહ્યા છે જે સત્યને પરાજિત કરવા જેવી વાત છે. તેમણે મુંબઈમાં વસતા લોહાણા સમાજને સંપૂર્ણપણે હાલાઇ લોહાણા મહાજન સુરક્ષિત હોવાનું જણાવ્યું છે અને આવતીકાલની ચૂંટણીમાં ઐતિહાસિક વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *