સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં મજબૂત બની આગળ વધી રહેલી લોહાણા મહાપરીષદ : એલ.આઈ.બી.એફ. અમદાવાદ મીટીંગ સફળ

સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં મજબૂત બની આગળ વધી રહેલી લોહાણા મહાપરીષદ : એલ.આઈ.બી.એફ. અમદાવાદ મીટીંગ સફળ

Spread the love

થોડી હતાશા, થોડી નિરાશા અને સોલા ભાગવતમાં પૂર્વ પ્રમુખે કરેલા નાણાકીય ગોટાળાના વિવાદો વચ્ચે સત્તાના સુત્રો સંભાળનાર સતીષ વિઠ્ઠલાણીએ પોતાની આગવી આવડત અને કાબેલિયતના જોર પર ફરી એક વાર લોહાણા સમાજના જ્ઞાતિજનોમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કરીને એક નવું જોમ અને જુસ્સો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મુઠ્ઠીભર લોકોના સતત વિરોધ અને ટીકાઓ વચ્ચે પણ મજબૂત અને અડીખમ રહી વર્તમાન પ્રમુખ સતીષ વિઠ્ઠલાણી સમાજને એક નવી દિશા અને એક નવી ઉંચાઈ આપવામાં સફળ થઇ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ગઈકાલે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર ખાતે આવેલ જે.બી.ઓડીટોરીયમમાં ‘લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમ-એક્સ્પો ૨૦૨૪ અંતર્ગત યોજેલ મીટીંગમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણી વેપારીઓ, અગ્રણી આગેવાનો સહીત અનેક નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ‘લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમ-એક્સ્પો ૨૦૨૪’ ને સફળ બનાવવા માટે સૌએ સાથ અને સહકાર આપવાનું વચન આપ્યું હતું.

ચિક્કાર ભરેલા જે.બી.ઓડીટોરીયમમાં અમદાવાદ સહીત ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અગ્રણી વેપારીઓ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. આખા અવસરનું સુંદર રીતે સંચાલન લોહાણા મહાપરીષદના મંત્રી હરીશ ઠક્કરે કર્યું હતું અને પ્રમુખની આગામી સમયનું વિઝન સુંદર રીતે સમાજ સમક્ષ રજુ કર્યું હતું.

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *