Lohana leaders visiting Maninagar Cine.PI Deepak Undkat Sahib
તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને બદલી કરેલી છે, જેમાં અમદાવાદના રામબાગ ખાતે આવેલ મણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂળ જુનાગઢના વતની શ્રી દીપક ઉનડકટને સિની. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરેલ છે.
શુક્રવાર તા.૧૪.૧૦.૨૦૨૨ ના રોજ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી, વોઈસ ઓફ રઘુવંશીના તંત્રી શ્રી જીતેશ ઠક્કર, રઘુવંશી યુવા શક્તિ સંઘ તથા રઘુવંશી ક્રાંતિ મંચના સૌરભ ઠક્કર અને લોહાણા સોશિયલ મીડિયાના શ્રી દિનેશ ઠક્કર સહીત અનેક યુવાનો અને અગ્રણી મહાનુભાવોએ શ્રી દીપક ઉનડકટ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી હતી.
શ્રી દીપક ઉનડકટ અમદાવાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી કરી પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરે તે માટે સમાજના તમામ આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે. તોફાની તાંડવ પરિવાર તરફથી શ્રી દીપક ઉનડકટ સાહેબને ધોધમાર શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
Leave a Reply