અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે…?

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે…?

Spread the love

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે…?

વિકાસ અને પારદર્શકતાની ગુજરાત સરકારની પોકળ વાતો વચ્ચે તેમના જ ધારાસભ્યોના મતવિસ્તારમાં અધિકારીઓ બેફામ અને મનસ્વી બનેલા પ્રથમ નજરે દેખાઈ રહ્યા છે. અમદાવાદથી મહેમદવાદ જવાના મુખ્ય માર્ગ જેને ભક્તિ માર્ગ નામ આપવામાં આવ્યું છે તે મુખ્ય રોડની બંને બાજુ ખેતીની જમીનમાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટ ધમધમી રહી છે, જેને કોઈ રોકવા કે ટોકવા વાળું નથી કારણ જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે અહી તો સત્તા પર બેઠેલી વ્યક્તિઓ દર મહીને નિયમિત રીતે હપ્તો લઇ જાય છે અને આવી ગેરકાયદેસર હોટલ અને રેસ્ટોરન્ટને ચાલવા દે છે. ઔડા અહી શોભાના ગાંઠિયાની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદથી મહેમદાવાદ જવાના મુખ્ય માર્ગ પર હીરાપુર ચોકડી પહેલા ડાબા હાથે આવતી એક હોટેલનો માલિક ભારતીય જનતા પક્ષનો અમદાવાદ જીલ્લાનો નેતા છે અને અગાઉ તે અમદાવાદ જીલ્લા પંચાયતનો સદસ્ય પણ રહી ચુક્યો છે. જે વ્યક્તિ સત્તાધારી પક્ષના નામ પર જીતે છે તે વ્યક્તિ પ્રજા લક્ષી કામ કરવાના બદલે પોતાના માટે અને પોતાના પરિવારના ભલા માટે આવી ગેરકાયદેસર હોટલ ચાલવે અને તેને કોઈ રોકે કે ટોકે નહિ તેને ભાજપના કાર્યકરોનો અને નેતાઓનો વિકાસ ચોક્કસ કહી શકાય.

આ સિવાય આજ રોડ પર આવેલ એક રિસોર્ટ દ્વારા નજીકમાં આવેલ ગામના ગૌચરની જમીન રીતસર દબાવી અને હડપી લીધી છે, આ વાત ગામના સરપંચ, તલાટી, તાલુકા ડેલીગેટ, જીલ્લા ડેલીગેટ અને ધારાસભ્ય સહીત અનેક વ્યક્તિઓ જાણે છે પરંતુ કોઈ કશું બોલવા કે કોઈ પગલા ભરવા તૈયાર નથી.

આ અંગે અમદાવાદ કલેકટર તાત્કાલિક કોઈ પગલા ભરે તેવી સ્થાનિક નાગરિકોની માંગ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *