અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..?

અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..?

Spread the love

અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..?

ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીમાં કરોડો રૂપિયાના ખર્ચા પછી વિકાસના બદલે પહેલી નજરે વિનાશ નજરે આવી રહ્યો છે, લોહાણા સમાજના અગ્રણીઓ પાસેથી મળી રહેલી માહિતી મુજબ વર્તમાન ટ્રસ્ટી યોગેશ લાખાણી અને પરેશ ભૂપતાણીની તાનાશાહીને કારણે વાડીની ભારે દુર્દશા થઇ રહી છે. વિગત વાર અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની વાત કરીએ તો એક સમયે આ વાડી આખા અમદાવાદમાં દેશી લોહાણા વિદ્યાર્થી ભવન પછી બીજા નંબરે આવતી સરસ મજાની વાડી હતી. પરંતુ યોગેશ લાખાણી અને પરેશ ભૂપતાણી આ ટ્રસ્ટમાં આવ્યા બાદ વાડીની પનોતી શરુ થઇ ગઈ છે.

છેલ્લા ત્રણ વર્ષથી વાડીના પ્રમુખનું પદ ખાલી છે, ત્રણ વર્ષ અગાઉ નખશીખ સજ્જન અને પીઢ અનુભવી એવા શ્રી અંજનભાઈ કોટકે ટ્રસ્ટીઓથી વ્યથિત થઇ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું હતું જેમાં આજદિન સુધી ખાનગી વ્યક્તિઓ દ્વારા વહીવટ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી નવા પ્રમુખ બનાવવા માટે કે પસંદ કરવા માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ નથી. તે સિવાય અન્ય એક સેવાભાવી અને સમાજના નામાંકિત એવા ટ્રસ્ટી શ્રી વિનુભાઈ મસાલાવાળા એ પણ યોગેશ લાખાણી અને પરેશ ભૂપતાણીની નીતિ રીતિથી કંટાળી રાજીનામું આપી દીધું હતું, બે બે વડીલ અને વિદ્વાન વ્યક્તિઓના રાજીનામાં બાદ પણ અહી વર્તમાન ટ્રસ્ટીઓ સુધારવાનું નામ લેતા નથી. સામાન્ય નિયમ મુજબ પ્રમુખ જયારે રાજીનામું આપે ત્યારે તે રાજીનામું જનરલ મીટીંગ બોલાવી મંજૂર કે નામંજૂર કરવાનું હોય છે પરંતુ અહી તેવી કોઈ જ પ્રક્રિયા કરવામાં આવી નથી.

આ સિવાય વાડીમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ વાડી અધ્યતન જરૂર બની છે પરંતુ વાડીની સાથે ટ્રસ્ટીઓની માનસિકતા અધ્યતન થઇ શકી નથી, જેને કારણે સમાજના સામાન્ય લોકો હવે ધીરે ધીરે વાડીથી દુર થઇ રહ્યા છે. સામાન્ય લગ્ન જેવા પ્રસંગમાં કોઈ પણ વાડી હોય, પાર્ટી પ્લોટ હોય કે મેરેજ હોલ હોય સામાન્ય નિયમ મુજબ આગલી રાતે સાંજે અથવા રાત્રે વાડીનો કબજો ભાડે લેનારનો આપવાનો હોય છે અને દરેક જગ્યાએ આજ નિયમથી કામ ચાલી રહ્યું છે, પરંતુ અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડી પ્રંસગના દિવસે સવારે જ આપવામાં આવે છે. જેને કારણે કેટરિંગ વાળાથી લઇ ડેકોરેશન વાળાઓને પારાવાર તકલીફ પડી રહી છે. આ બાબતે સમાજના અનેક અગ્રણી આગેવાનોએ અનેક રજુઆતો કરી હોવા છતાં વર્તમાન ટ્રસ્ટીઓ સમાજનું હિત જોવાના બદલે પોતાના તઘલખી નિર્ણય પર ચોટી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાડીમાં પ્રસંગ કરનાર અનેક લોકોએ આપેલી માહિતી મુજબ ઉપરોક્ત વાડીમાં ડેકોરેશનનું કામ કોન્ટ્રકટ થી આપેલું હોઈ કોન્ટ્રકટર પણ સમાજના લોકો પાસેથી મો માંગ્યા ભાવ વસૂલી રહ્યા છે અને લાચાર લોહાણા સમાજ પાસે લાચાર બની લૂંટાવા સિવાય કોઈ છૂટકો હોતો નથી.

લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે સતત પાંચ વર્ષ ફક્ત ફાંકા ફોજદારી કરી મોટી મોટી વાતો કરી કશું ના ઉકાળી શકનાર અને અંતે નિષ્ફળ પ્રમુખના લેબલ સાથે પ્રમુખપદ ઉપરથી વિદાય લીધા બાદ ગેરબંધારણીય હોદ્દો ધારણ કરનાર પ્રમુખ યોગેશ લાખાણી અને પરેશ ભુપતાણી એક વાડીનો સરખો વહીવટ ના કરી શકે તે ખરેખર ખુબ જ શરમજનક કહેવાય અને તેમનામાં સહેજ પણ જો શરમ જેવું હોય તો સમાજ હિતમાં તાત્કલિક રાજીનામું આપી નીકળી જવું જોઈએ.

વાડીની હકીકત જાણવા જયારે તોફાની તાંડવની ટીમે સમાજના અગ્રણીઓનો સંપર્ક કર્યો ત્યારે આ બંને મહાનુભાવો વિષે જે વાતો જાણવા મળી છે તે અહી લખી શકાય તેમ નથી પરંતુ તે બધું સમાજ હિતમાં નથી નથી અને નથી જ . એક વડીલ દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ મુજબ પરેશ ભૂપતાણીના પગલા એટલા મજબૂત અને શક્તિશાળી છે કે તેઓ જે સંસ્થામાં જાય તે સંસ્થાની ઘોર ખોદાઈ જાય છે, અગાઉ સમર્પણ નામની સંસ્થામાં હતા આજે તે સંસ્થા ક્યાય ખોવાઈ ગઈ છે ( એમાં ય ભંડોળ પ્રમુખ દબાવીને બેઠા છે), વિશ્વ હિંદુ પરિષદમાં ટ્રસ્ટી બન્યા તો વિશ્વ હિંદુ પરિષદના ઉભા ફાડિયા થઇ ગયા, લોહાણા મહાપરીષદમાં ટ્રસ્ટી અને ઉપપ્રમુખ બન્યા તો ત્યાં પણ સંસ્થાનું ધનોતપનોત નીકળી ગયું, અને હવે એ જોવાનું રહે છે કે હા.ઘો.ક. વાડી છેલ્લે કેટલી બરબાદ થાય ત્યાં સુધી તેઓ ટકી રહે છે.

આ વાડી માટે પોતાના માતૃશ્રીના નામ પર મોટી રકમનું દાન આપનાર મજીઠીયા પરિવારે આ બાબતમાં રસ લઇ તાત્કલિક યોગ્ય નિર્ણય કરી સમાજના સામાન્ય લોકોને લાભ થાય તે દિશામાં પગલા ભરવા જોઈએ તેવું સમાજના લોકો ઈચ્છી રહ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *