આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન

Spread the love

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન

ભારતના લગભગ દરેક સમાજમાં આજે લગ્ન એક જટિલ વિષય બની ગયો છે, એક બીજાનાથી દુર થયેલા જ્ઞાતિજનો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ખુબ અઘરો વિષય થઇ ગયો છે. તેમાં પણ પ્રમાણમાં ઘણો નાનો કહી શકાય તેવા લોહાણા સમાજમાં આજે લગ્ન કરવા ઈચ્છુક લોકો અને તેમના પરિવારજનો લગ્ન માટે યોગ્ય જીવનસાથી માટે અનેક નવી નવી જગ્યાએ પૈસા ભરે છે અને છતાં પરીસ્થિત ઠેરની ઠેર રહે છે.

આવા વિપરીત સંજોગમાં આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જીવનસાથી પસંદગી સંમેલન’નું જે આયોજન કરેલ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ અંગે વધુ માહિતી આપતા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ સંમેલનમાં પ્રત્યેક ઉમેદવાર માટે ટોકન ફી ૫૦૦ રૂપિયા  રાખેલ છે, જે જે તે દિવસે ઉમેદવાર ઉપસ્થિત રહે ત્યારે તેને પરત કરી દેવાની છે. આ સંમેલનમાં ચા,નાસ્તો,જમવા સહિતની તમામ સગવડો મહાજન તરફથી નિ:શુલ્ક કરવામાં આવનાર છે. ઉમેદવારની સાથે બે વ્યક્તિ પણ આ અવસરમાં ઉપસ્થિત રહી શકશે અને તેમની તમામ વ્યવસ્થા પણ મહાજન કરશે.

આ સંમેલનમાં અપરણિત યુવા, યુવતીઓ, વિધવા, વિધુર, લગ્નવિચ્છેદ થયેલ લોહાણા સમાજના જ્ઞાતિજનો ભાગ લઇ શકશે. આ માટે મોડામાં મોડા ફોર્મ ભરી તા. ૨૦.૦૪.૨૦૨૩ સુધી આણંદ લોહાણા મહાજનને મોકલી આપવાના રહેશે.

બહારગામથી આવનાર ઉમેદવારો અને તેમની સાથે આવનાર વ્યક્તિઓ જો આગલા દિવસે રાત્રે આવવા માંગતા હોય તો અગાઉથી મહાજનને જાણ કરવાની રહેશે જેથી તમામની રહેવા, જમવા સહિતની વ્યવસ્થા કરી શકાય.

આણંદ લોહાણા મહાજનના આ નવતર અને સમાજ ઉપયોગી પ્રયોગને સમાજના અનેક મહાજનો અને મહાજન અગ્રણીઓએ વખાણ્યો છે અને તેને અભિનંદન પાઠવ્યા છે. આ અંગે કોઈ પણ વ્યક્તિને વધુ કઈ પણ પૂછપરછ કરવા માંગતી હોયતો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકશે.

પ્રવીણભાઈ એમ. ઠક્કર (૮૨૦૦૮ ૧૮૯૩૬), નટુભાઈ પી. ઠક્કર (૯૮૨૫૩ ૫૧૯૭૧), ચંદ્રકાંત જે.તન્ના (૯૯૨૪૧ ૧૧૨૭૨), મહેન્દ્રભાઈ સી.ઠક્કર (૯૦૩૩૮ ૪૪૦૧૧) તથા શ્રીમતી પૂજા જી. ઠક્કર (૯૧૫૭૪ ૧૯૪૩૮)

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *