બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને જનતાનો પ્રચંડ આવકાર : ભાજપ માટે જોખમ

બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને જનતાનો પ્રચંડ આવકાર : ભાજપ માટે જોખમ

Spread the love

બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને જનતાનો પ્રચંડ આવકાર : ભાજપ માટે જોખમ

બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ પરબત પટેલના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે, સામે પક્ષે કોંગ્રેસ પક્ષે પીઢ, અનુભવી અને ચાલુ ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરતા અહી ચૂંટણીનો માહોલ ખુબ જ ગરમાયો છે. છેલ્લી ત્રણ ચૂંટણીથી અહી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ તે અગાઉ આ સીટ પર વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો જોવા મળેલ છે. ગતવર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહી બહુ સારું પ્રદર્શન નથી કરી શકી પણ અન્ય જીલ્લાની સરખામણી કરવામાં આવે તો તે પ્રદર્શન સારું ગણી શકાય તેમ છે. ગેનીબેન ઠાકોરની ઠાકોર સમાજ ઉપર સારી અને મજબૂત પકડ છે અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનું વતન ચાંગા પણ બનાસકાંઠા બેઠકમાં આવે છે, અને કાંકરેજ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય અમૃત ઠાકોર અત્યારે કાંકરેજમાં ખુબ જ સારી કામગીરી કરી રહેલ છે, સામે પક્ષે ભાજપમાં રેખાબેન ચૌધરી સામે ભાજપના જ કાર્યકરોનો અંદરખાને વિરોધ છે જે હાલમાં કદાચ સપાટી પર નથી આવી રહ્યો પરંતુ ચૂંટણી સુધીમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર તરફથી જાહેર કરવામાં આવેલ સ્લોગન ‘બનાસની બેન, ગેનીબેન’ આજકાલ બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓમાં પણ ખુબ જ લોકપ્રિય બનતું જાય છે અને ગેનીબેન ઠાકોરે પોતાની સમગ્ર ટીમ સાથે પ્રચાર-પ્રસારનું કામ પુરજોશમાં શરુ કરી દીધેલ છે. વર્તમાન સંજોગો જોતા આ સીટ પર ભાજપ માટે જીતવું એટલું સહેલું નહી હોય જેટલું અન્ય સીટ પર તે જીતે છે. બનાસકાંઠા બેઠક પર આજની તારીખમાં ગેનીબેન ઠાકોરનું પલ્લું ભારે છે તેવું અનેક સમાજના લોકો જણાવી રહ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *