હાયર ધેન હોપ ફાઉન્ડેશન દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન

હાયર ધેન હોપ ફાઉન્ડેશન દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન

Spread the love

કેન્સરના રોગમાંથી સંપૂર્ણ સજા થયેલા એક વ્યક્તિને પોતે કેન્સર દરમ્યાન વેઠેલી પીડાઓ અને વેદનાઓ અન્ય દર્દીઓને કેટલી હેરાન કરતી હશે..? જેવો એક વિચાર આવ્યો અને પીડાથી વ્યથિત દર્દીઓ માટે કઈક કરવું જોઈએ જેવી ભાવના સાથે આગળ વધી રહેલું ગ્રુપ એટલે હાયર ધેન હોપ ફાઉન્ડેશન…

આ પરિવાર દ્વારા આવતીકાલે તા.૨૪ નવેમ્બર ના રોજ અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ લાયન ભરત ક્ષત્રીય કોમ્યુનીટી એન્કોલોજી સેન્ટર ખાતે સાંજે ૫.૩૦ કલાકે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં કેન્સરના રોગ સામે લડી રહેલા લડવૈયાઓ સાથે એક સંગીતમય સાંજનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતના નામાંકિત પત્રકાર શ્રી રમેશ તન્ના, જાણીતા ગીતકાર અમીતાબેન શાહ, વાંસળી વાદક કૌશલ યાજ્ઞિક અને નીતિન સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની રોનક વધારશે.

આ સંસ્થાનું સુંદર રીતે સંચાલન અને માર્ગદર્શન કરી રહેલા બે સ્થાપક મિત્રો પરેશ શેઠ અને ક્ષિતિજભાઈ ઠાકોરને તોફાની તાંડવ પરિવાર તરફથી આવા સુંદર કાર્યક્રમ બદલ લાખ લાખ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ અવસર કોમ્યુનીટી એન્કોલોજી સેન્ટર અને હાયર ધેન હોપ પરિવાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવેલ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *