કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ

Spread the love

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ

અમદાવાદમાં આવેલી કલર મર્ચન્ટ કો.ઓ.બેંકની વિવિધ શાખાઓમાંથી અનેક લોકો સાથે ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે, જે અંગે અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં જવાબદાર આરોપીઓ સામે ગત જાન્યુઆરી માસમાં એફ.આઈ.આર. દાખલ થઇ છે, જેના અનુસંધાનમાં આરોપીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે  અરજી કરી હતી, જેની સુનાવણી વખતે જ ચાર ફરિયાદીઓએ સામુહિક રીતે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસના આરોપીઓએ ઝોન-૭ ના એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે કરોડોમાં ડીલ કરી હોવાની ખબર : આ ખબર સાચી હોય તો પોલીસ માટે શરમજનક ઘટના

આ કેસની પ્રાથમિક વિગત મુજબ ચિંતન શાહ જેનું નામ અન્ય લોકો સાથે આરોપીમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ હકીકત એ છે કે ચિંતન શાહ બેન્કનો કન્સલટન્ટ હતો, બેન્કનો પગારદાર કર્મચારી નહિ, ચિંતન શાહ કોઈ પણ રીતે બેક ખાતા કે લોન ખાતા સાથે ચેડા કરી શકે નહિ. અને આવું જયારે અનેક લોકો સાથે થયું છે ત્યારે બેન્કના મેનેજરો, જનરલ મેનેજર અને ચેરમેનની સીધી સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે.

આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચિંતન શાહ વર્ષ ૨૦૨૧ થી બેંકમાં ખોટું અને ફ્રોડ થઇ રહ્યું હોવાની માહિતી સાથે ફરિયાદ કરતો રહ્યો હતો પરંતુ કોઈ વિભાગ દ્વારા તેને ન્યાય આપવામાં આવ્યો નથી.આ કેસની સધન તપાસ કરતા ચિંતન શાહ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી કાર્યાલય, આર.બી.આઈ., જીલ્લા રજીસ્ટાર સહીત સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચને લેખિત ફરિયાદો કરેલી છે, જેની તપાસ આજદિન સુધી શૂન્ય રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના વર્તુળમાંથી મળેલી માહિતી મુજબ બેંકમાં ફ્રોડની ફરિયાદ ઉઠ્યા બાદ ચિંતન શાહ, કિન્નર શાહ, બિમલ પરીખ, અશોક ખન્ના અને અતુલ સાથે વચ્ચે આ બાબતે ફોન કોલમાં કોન્ફરન્સ કોલ દ્વારા ચર્ચા થઇ હતી, જે કોલ લગભગ સવા કલાક જેટલો ચાલ્યો હતો, જેમાં બેન્કના જવાબદાર અધિકારીઓએ પોતાના કરતુત કબુલેલા હોવાની માહિતી મળેલી છે. આ કોલ બાબતે અમદાવાદ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા વોઈસ સેમ્પલ માટે વારંવાર નોટીસ મોકલવા છતાં ચિંતન શાહ સિવાય અન્ય કોઈ આજદિન સુધી ઉપસ્થિત થયા નથી.

આ લખાઈ રહ્યું છે ત્યારે અન્ય પીડિત ફરિયાદીઓની મિલકત ઉપર બેંકે જેમ સીલ મારવામાં શરુ કર્યા છે તેવી જ રીતે ચિંતન શાહની મિલકત ઉપર પણ તવાઈ આવેલી છે અને પઝેશન નોટીસ ઈશ્યુ કરેલી છે. આ તમામ ઘટનાઓને કોઈ પણ પોલીસ અધિકારી કે તપાસ કર્તા અધિકારી કડી બનાવી તપાસ કરે તો ચિંતન શાહ આ ફ્રોડ કેસના ગુનામાં પોતે પીડિત હોવાનું લાગી રહ્યું છે. અહી બેંકના હોંશિયાર અને ચાલક જવાબદાર વહીવટકર્તાઓ એ ચિંતન શાહ ગુનેગાર હોય તેવું ચિત્ર ઉભું કરી પોતાના ગુના છુપાવવા નો પ્રયાસ કર્યો છે.

આ બેંકમાં બનેલી ઘટનાઓ જોતા અહી કાળા નાણાને ધોળા કરવાનો પણ પ્રયાસ થયો હોય તેની શક્યતા નકારી શકાય તેમ નથી. ચેરમેન બિમલ  પરીખ અમદાવાદના પ્રતિષ્ઠિત ચા ઉત્પાદકના જમાઈ થાય છે કદાચ આ ચા કંપની પણ આમાં સંડાવાયેલી હોઈ શકે છે.

આ સમગ્ર કૌભાંડનો આંકડો કરોડા રૂપિયામાં જાય છે, પીડિતોની સંખ્યા દિવેસ દિવસે વધી રહી છે. જાન્યુઆરીમાં ફરિયાદ થવા છતાં હજી પોલીસ સાચા ગુનેગારો સુધી પહોંચી શકી નથી. આ બધા પાછળ કોઈ મોટું રાજકીય પીઠબળ હોવાની શક્યતાઓ પણ પ્રબળ છે. અને ગુજરાતી પીડિત પરિવારોની નસીબની એ બલિહારી છે કે મુખ્ય પ્રવાહના મોટા અને દિગ્ગજ મીડિયા હાઉસ મૌન છે. નાના અખબારો અને પત્રકારો હાલ તો આ પીડિત પરિવારનો ન્યાય મળે અને સાચા ગુનેગારોને સજા મળે તે માટે લડી રહ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *