ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

Spread the love

ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કેમ્પનું આજરોજ ગુજરાતના અનેક અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કેન્દ્ર પર આયોજન હાલ ધરેલું છે, જેમાં પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એન.એચ.એલ. કોલેજ ખાતે અમદાવાદ શહેર પોલીસના ઝોન-૧ અને ઝોન-૭ ના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રંસગે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ આ.ડી.જી.પી. ડો. કે.એલ.એન.રાવ, સ્પે.બ્રાંચના જે.સી.પી. શ્રી અજયકુમાર ચૌધરી, ડે.આઈ.જી.પી. (કરાઈ) શ્રી એ.જી.ચૌહાણ, એસ.પી. (લો અને ઓર્ડર) શ્રી દીપક મેઘનાની, ડી.સી.આઈ. ગાંધીનગર શ્રી મયુર જી. પાટીલ, ડી.સી.પી.(કંટ્રોલ) શ્રી કોમલબેન વ્યાસ, ડી.સી.પી.ઝોન-૫ શ્રી બી.સી.દેસાઈ તથા એ.એસ.પી. સી.આઈ.ડી. ક્રાઈમ શ્રી શિવમ વર્મા ઉપસ્થિત રહ્યા હતા. સાથે અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીઓ કોન્ફરન્સથી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી આ અવસરને ખુલ્લો મુક્યો હતો અને હજારો પોલીસ જવાનો પાસે અંગ દાન અંગે શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી એ દીપ પ્રાગટ્ય કર્યા બાદ પાલડી એન.એચ.એલ. કોલેજ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અન પોલીસ અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પાલડી કેન્દ્ર ખાતેના અવસરને ખુલ્લો મુક્યો હતો અને ઉપસ્થિત ડોક્ટર્સની ટીમ દ્વારા તમામ મહાનુભાવોને આકસ્મિક બનતી ઘટના સમયે કેવી રીતે મેડીકલ સહાય આપી શકાય તે બાબતે ડેમો આપ્યો હતો. આજે દિવસભર સમગ્ર એન.એચ.કોલેજની ડોક્ટર્સની ટીમ અમદાવાદ શહેરના ઝોન-૧ અને ઝોન-૭ માં આવતા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓને અને કર્મચારીઓને આ બાબતે માર્ગદર્શન આપશે અને ડેમો પણ બતાવશે.

આ અવસરમાં પાલડી પી.આઈ.શ્રી આર.જી.સિંધુ, એલીસબ્રીજ પી.આઈ. શ્રી ચૈતરીયા, સરખેજ પી.આઈ. શ્રી ચાવડા, આનંદ નગર પી.આઈ.શ્રી દેસાઈ, વાસણા પી.આઈ. શ્રી ચૌધરી સહીત અનેક પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર્સની ટીમ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ સુંદર મજાના અવસરમાં નામાંકિત ડોક્ટરશ્રીઓ, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ઝોન-૧,ઝોન-૭ ના પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ, પી.એસ.આઈ.શ્રીઓ સહીત મીડિયાના અનેક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *