અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી : EOW ક્રાઇમ બ્રાંચ પોલીસની અદભૂત કામગીરી
સારથી એનેક્ષી ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોને પકડી પાડતી EOW ક્રાઇમ બ્રાંચ પોલીસ |
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાની અદભૂત કામગીરી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જમીન મકાનને લગતા ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ તેમજ આ સબંધે ક્રમાંક: જી/૭૨૫/સીપી/અરજી/રૂબરૂ-૫૬/૨૦૨૩થી અરજી તપાસ E.O.W. ખાતે મળતા જે અરજીની વિગતવાર ઉંડાણ પુર્વક તપાસ કરવા સારૂ સુચના આપેલ હતી.
અરજદારની અરજી સબંધે તપાસ કરતા આરોપીઓએ ઠગાઈ કરવાના હેતુથી અમદાવાદના કઠવાડા ખાતે આવેલ સારથી એનેક્ષી સ્કીમના એફ અને જી બ્લોકના પ્રથમ માળ પર દુકાનો બતાવી સદરહુ ફ્લેટના બ્લોક એ અને ઈ ના પ્રથમ માળ પર દુકાનો ન હોવા છતા તેના ખોટા વેચાણ દસ્તાવેજો (કીમતી જામીનગીરી) કરી આપી, અવેજના રૂ.૪૫,૮૫,૦૦૦/- ચેક/આર.ટી.જી.એસ. તથા રોકડમાં મેળવી લઈ, બન્ને દસ્તાવેજો ખોટા હોવાનુ જાણતા હોવા છતા સબ રજીસ્ટ્રારશ્રી, અમદાવાદ–૧૨ (નિકોલ)ની કચેરીએ ખરા તરીકે રજુ કરી, નોંધણી કરાવી, એકબીજાના મેળાપીપણાથી ગુનાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો કરેલાનુ દસ્તાવેજી પુરાવા આધારે તપાસ દરમ્યાન ખુલવા પામેલ. જે અરજીના કામે અરજદાર તથા સાહેદોના નિવેદનો મેળવવામાં આવેલ તેમજ અરજદારશ્રીએ જણાવેલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો તથા અન્ય જરૂરી દસ્તાવેજ તથા અલગ અલગ પ્લાન તથા બ્રોસરનુ વિગતવાર વિસ્લેષણ કરવામાં આવેલ તેમજ સ્થળ પર જઈ ખરાઈ કરી નિવેદનો મેળવી ઉંડાણ પુર્વક તપાસ કરતાં ઉપરોક્ત હકિકતને સમર્થન મળતા પુરાવા એકત્ર કરવામાં આવેલ જેથી ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૨૬૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરવા સારૂ અલગ અલગ ચાર ટીમો બનાવી જેમાં ટીમ નં.(૧) પો.ઈન્સ.શ્રી, આર.જી.સિંધ તથા અ.હેડ.કોન્સ. મહાવિરસિંહ બળવંતસિંહ બ.નં.૪૬૧૧ તથા ટીમ નં.(૨) અ.હેડ.કોન્સ. મનહરસિંહ નહારસિંહ બ.નં.૩૭૬૧ તથા અ.હેડ.કોન્સ. જલાભાઈ પીરાભાઈ બ.નં. ૪૯૮૭ તથા ટીમ નં.(૩) એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ મનુભા બ.નં.૫૦૫૩ તથા અ.હેડ.કોન્સ. પિયુષભાઈ જયંતીભાઈ બ.નં.૬૯૮૧ તથા ટીમ નં.(૪) અ.હેડ.કોન્સ. આનંદભાઈ મનસુખભાઈ બ.નં.૭૪૪૧ તથા અ.હેડ.કોન્સ. સિધ્ધરાજસિંહ મહાવિરસિંહ બ.નં.૩૪૪૬ નાઓની ટીમ બનાવી જે ટીમોનુ સંકલન જાળવી નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ. (૧) ઉમેશભાઈ અમરસીભાઈ રાઠોડ ઉવ ૪૭ રહે. એ/૪૬, મનહરનગર, વિભાગ-૧, કૃષ્ણનગર વિદ્યાલય સામે, બાપુનગર, અમદાવાદ તથા (૨) બાબુભાઈ કાનજીભાઈ પટેલ ઉવ ૬૪ રહે ૧, ઇમ્પીરીયલ સ્કાર્ય ભકિત સર્કલ પાસે નિકોલ અમદાવાદ તથા (૩) રાજેશભાઈ અમરીશભાઈ રાઠોડ ઉવ ૪૬ રહે. ૧,વેદ બંગલોઝ, સુર્યકિરણ કસાસ એપાર્ટમેન્ટ ની સામે નિકોલ અમદાવદ તથા (૪) નરસિભાઇ ઉર્ફે નરેશભાઇ કુબેરભાઇ રાઠોડ રહે. ૬૭, મયુરપાર્ક સોસાયટી, કૃષ્ણનગર વિદ્યાલય પાસે, બાપુનગર, અમદાવાદ નાઓને તા.૩૦/૦૯/૨૦૨૩ ના કલાક: ૧૪/૪૫ વાગે અટક કરી આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.જી.સિંધુ ચલાવી રહેલ છે.
Leave a Reply