દરિયાપુર તંબુ ચોકીની દીવાલે ખુલ્લેઆમ ચાલી રહેલો વરલી મટકાનો જુગાર

દરિયાપુર તંબુ ચોકીની દીવાલે ખુલ્લેઆમ ચાલી રહેલો વરલી મટકાનો જુગાર

Spread the love

 

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સરકારના બધા જ દાવા અહી પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્થાનિક યુવક દ્વારા જાહેર કરાયેલ વિડીઓ બતાવે છે કે દરિયાપુર વિસ્તારમાં આવેલ તંબુ ચોકીની દીવાલ પાસે જ એક ઉભી રહેલી રીક્ષામાં બિન્દાસ અને બેખોફ પણે વરલી મટકાનું બેટિંગ લેવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી રોજ વિકાસ અને સબ સલામત હે ના દાવા કરી રહ્યા છે જે અહી સાવ ખોટા અને પોકળ હોવાનું પહેલી નજરે દેખાઈ રહ્યું છે.

છેલ્લા વીસ દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અહી બે વાર રેડ કરી દારુ અને જુગાર રમતા જુગારીયાઓને પકડ્યા હોવા છતાં સ્થાનિક માથાભારે તત્વોને હજી પણ અહી કાયદાનો કોઈ જાતનો ડર કે ખોફ લાગતો નથી. અને સ્થાનિક પોલીસ પણ પોતાનો લાગ ભાગ કે વહીવટ લઇ મુક પ્રેક્ષક બની બેઠી હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવા અનેક દારુ અને જુગારના ધામ આજે પણ ખુલ્લેઆમ કોઈ પણ જાતના કાયદાના ડર કે ભય વિના ચાલી રહ્યા છે ત્યારે સ્થાનિક જનતા ગુજરાત સરકારને પૂછી રહી છે કે શું આ રામ રાજ્ય છે કે રાવણ રાજ્ય છે…?

ગુજરાત સરકાર એક તરફ ડબલ એન્જીન સરકાર હોવાનું કહી હજી પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતે તે માટે પ્રયાસ કરી રહી છે ત્યારે ડબલ એન્જીન ભેગા મળીને પણ જો આવા અસામાજિક તત્વોને રોકી ના શકતા હોય તો કાયદાનો અને વ્યવસ્થાની નિષ્ફળતાની જવાબદારી કોની…?

હજી બે દિવસ પહેલા જ અહી મંદિરના ઓટલા ઉપર દારુ વેચાતો હોવાનું વિડીઓ જાહેર થયો હતો અને આજે તંબુ ચોકીની દીવાલ પાસે જ વરલી મટકાનો વેપાર ચાલતો હોવાનો વિડીઓ જાહેર થતા દરિયાપુર પોલીસ અને ગુજરાત સરકાર માટે આ એક અંત્યંત શરમજનક ઘટના કહી શકાય તેવી ઘટના છે. જવાબદાર અધિકારીઓએ આ અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરી ફરી આવું ના બને તે માટે પુરતો બંદોબસ્ત કરવો જોઈએ તેવું સ્થાનિક નાગરિકો ઈચ્છી રહ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *