અમદાવાદના દસક્રોઈ તાલુકામાં મામલતદાર કચેરીમાં વંટોળે ચડેલો વિકાસ : ફાંફે ચડેલી જનતા

અમદાવાદના દસક્રોઈ તાલુકામાં મામલતદાર કચેરીમાં વંટોળે ચડેલો વિકાસ : ફાંફે ચડેલી જનતા

Spread the love

દસક્રોઈ મામલતદાર કચેરીમાં મહાત્મા ગાંધી કે મોદીના સ્થાને સ્વામીનારાયણના સંતોના ફોટા !!!! : કચેરી ગુજરાત સરકારની કે સ્વામીનારાયણ સંપ્રદાયની

 

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી જમીન માફિયાઓ કાયદાના કોઈ જ જાતના ડર કે ખોફ વિના બિન્દાસ અને બેરોકટોક પણે પોતાનો કારોબાર કરી રહ્યા છે, અહી બોગસ ખેડૂત બનાવનાર તલાટી પણ બિન્દાસ થઇ ફરે છે, અને બોગસ ખેડૂત બનેલા લોકો પણ બિન્દાસ અને બેખોફ થઇ ફરે છે, વિકાસના નામ પર અહી ભારતીય જનતા પક્ષના કહેવાતા દિગ્ગજ નેતાઓને એકલો ભ્રષ્ટાચારનો વેપલો આદર્યો છે.

દસક્રોઈ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા અક્ષર વ્યાસની ઓફિસમાં તમે દાખલ થાવ એટલે ડાબી બાજુની દીવાલ પર સ્વામીનારાયણના કોઈ સંત સાથે તેમનો પોતાનો ફોટો જોવા મળી રહ્યો છે, આ આખી ઓફિસમાં ક્યાય મહાત્મા ગાંધી, સરકાર પટેલ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળતો નથી, તો પ્રશ્ન એ થાય કે આ ગુજરાત સરકારની કચેરી છે કે સ્વામીનારાયણ સંપ્રદાયની જગ્યા છે.

સંતો મહંતો અને ભ્રષ્ટાચારી નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર વર્તમાન મામલતદાર અક્ષર વ્યાસ પોતાને જીલ્લા કલેકટર સમજી રહ્યા છે, અહી ફરિયાદ કર્તાઓ પુરાવા સાથે ફરિયાદ કરતા હોવા છતાં અને નરી આંખે પુરાવા સ્પષ્ટ ગુનેગારો દેખાતા હોવા છતાં ઉપરોક્ત મામલતદાર પોતાની કામગીરી અને ફરજ ભૂલી માત્ર અને માત્ર ઉડાઉ જવાબ આપી રહ્યા છે, તેમની સામે થઇ રહેલી ફરિયાદમાં પણ ઉપરી અધિકારી દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવતા નથી. એક બાજુ ભારતીય જનતા પક્ષ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો કરે છે અને પોતે જે રાજ્યમાં છેલ્લા પચીસ કરતા વધુ વર્ષોથી સત્તામાં છે ત્યાં ભ્રષ્ટાચાર માજા મૂકી રહ્યો છે એ તરફ ફરિયાદો થવા છતાં ધ્યાન આપી શકતો નથી. એનો સીધો અર્થ એવો પણ થાય કે સ્થાનિક ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સામે આખો પક્ષ લાચાર અને મજબૂર છે.

દસક્રોઈ તાલુકામાં ફરજ બનાવનાર અનેક પૂર્વ તલાટીઓ આજે કરોડો રૂપિયાના આસામી બની ગયા છે, સામાન્ય નોકરી દરમ્યાન આ કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા, એક મામલતદાર રાજા જેવા ઠાઠથી કેવી રીતે જીવે છે જો આ બધાની ન્યાયિક તપાસ થાય તો અહી અનેક કાંડ અને કૌભાંડો બહાર આવી શકે તેમ છે.

દસક્રોઈ મામલતદાર કચેરીમાં ગાંધી,સરદાર અને મોદીની તસ્વીર ગાયબ કરી દેનાર મામલતદાર સામે શું ભાજપના નેતાઓ કશું કરશે..? કે પછી પોતાના કૌભાંડો ઢાંકવા ચુપકીદી સેવી લેશે..?

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *