દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસો. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતામ સમાપન

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસો. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતામ સમાપન

Spread the love

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસો. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતામ સમાપન

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા છેલ્લા તેર વર્ષથી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.

ચાલુ વર્ષે પણ પરંપરાને આગળ વધારતા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ૨૨ દિવસ ચાલી હતી જેમાં કુલ ૪ ગ્રુપ પાડવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપ એ ૧૯૯૦, ગ્રુપ બી ૧૯૯૬, ગ્રુપ સી ૨૦૧૦ અને ગ્રુપ ડી ૨૦૧૪ રાખવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૪ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વર્તમાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની મેચ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

૧૧.૦૨.૨૦૨૩ ને શનિવારના રોજ રમાયેલ ફાયનલ મેચ ૨૦૧૪ વિ. ૨૦૧૬ વચ્ચે રમાઈ હતી, જેમાં ૨૦૧૪ ની ટીમ વિજેતા બની હતી.

૧૨.૨.૨૦૨૩ ના રોજ રમાયેલ ૧૯૮૮ વિ. ૧૯૯૦ની મેચમાં ૧૯૯૦ ની ટીમ વિજેતા બની હતી, ૧૯૯૫ વિ. ૧૯૯૬ની મેચમાં ૧૯૯૬ ની ટીમ વિજેતા બની હતી જયારે અન્ય ફાયનલ મેચ ૨૦૦૯ વિ. ૨૦૧૦ ની ટીમો વચ્ચે રમાઈ હતી જેમાં ૨૦૧૦ ની ટીમ વિજેતા બની હતી, ભારે આનંદ, ઉત્સાહ અને રોમાંચ વચ્ચે બાવીસ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં અનેક પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશનના ક્રિકેટ સમિતિના સભ્યોશ્રી દીપ ભટ્ટ અને કૃણાલ દવે એ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા સતત થતા કાર્યક્રમો પૂર્વ વિદ્યાર્થીમાં એકબીજા પ્રત્યેની પ્રેમ અને લાગણીમાં વધારો કરે છે અને હજી આજે ય ઉમરના બાધને વચ્ચે લાવ્યા વિના સૌ દરેક અવસરમાં સાથે મળી કૈક નવું નવું કરવાનું સતત આયોજન કરતા રહે છે.

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસો.ના પીઢ અનુભવી શ્રી ક્ષિતિજ ઠાકોર તરફથી તોફાની તાંડવને ઉપરોક્ત માહિતી આપી પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *