દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ મળશે

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ મળશે

Spread the love

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ મળશે

દિવાન બલ્લુભાઈ માધમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-કાંકરિયાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ મજબૂત સંગઠન એટલે દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન. આ સંગઠન દ્વારા વર્ષ દરમ્યાન વારંવાર નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ સાથે વર્તમાન વિદ્યાર્થીઓ પણ હોંશભેર જોડાય છે અને પોતાના સીનીયરોની વિચારધારા જોઈ કૈક શીખે પણ છે.

આ શાળામાં ભણતા માતા-પિતા વિહોણા વિદ્યાથીઓની ફી ભરવી, તેમને અન્ય જરૂર હોય તો મદદ કરવી, શાળાની ઈમારત અદ્યતન કરવી, દર વર્ષે શાળામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જેવી અનેક પ્રવૃત્તિ આ સંગઠન દ્વારા થતી જ રહે છે પરંતુ કઈક નવું જ કરવા સર્જાયેલા આ મિત્રો દ્વારા વર્ષ ૨૦૨૩ ની શરૂઆતમાં જ એક ખુબ જ સુંદર અને અદભૂત અવસરની જાહેરાત કરી છે,

આ શાળામાં અગાઉ ભણી ચુક્યા હોય અને આજે જેમની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીનો નું સ્નેહ મિલન આગામી તા.૦૭/૦૧/૨૦૨૩ ના દિવાન બલ્લુભાઈ શાળા કાંકરિયા ખાતે રાખવામાં આવેલ છે. સંગઠન સાથે ગાઢ રીતે જોડાયેલા શ્રી ક્ષિતિજ ઠાકોરે તોફાની તાંડવને આપેલી માહિતી મુજબ દેશ વિદેશથી પૂર્વ વિદ્યાથીઓ પોતાના જુના મિત્રોને મળવા આવી રહ્યા છે આ અવસરને લઇ દરેક મિત્રોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા ક્ષિતિજભાઈ ઠાકોર અને શ્રેણિક ત્રિવેદીએ જણાવ્યું છે કે અંદાજે ૬૫૦ થી ૭૦૦ જેટલા પૂર્વ વિદ્યાથીઓ આ અવસરમાં આવવાના છે, તમામ મિત્રો ઉમરના એક પડાવને ભૂલી એ દિવસે વિદ્યાથી બની વિવિધ રમતો રમશે અને મનભરીને મજા કરશે અને સૌ સાથે મળી ભોજન કરશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *