રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશ ઠક્કરના જન્મદિવસ પર આશીર્વાદનો વરસાદ
ખુબ જ ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી આગળ વધી રહેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કરનો આજે જન્મદિવસ છે જેને લોહાણા સમાજના વડીલો, યુવાનો સહીત અને અગ્રણી કાર્યકરો દ્વારા શુભકામનાઓના વરસાદ દ્વારા યાદગાર બનાવામાં આવ્યો છે.
ગઈકાલે મોડી રાતથી જ સોસીયલ મીડિયા પર અનેક મિત્રો અને સંબંધીઓ દ્વારા શુભકામનાઓના સંદેશ પાઠવવાના શરુ કરી દેવામાં આવ્યા હતા. ડો.ધર્મેશ ઠકકર સમાજસેવક તરીકે ભલે નવાસવા હોય પરંતુ યુવા કાળથી અનેક વિદ્યાર્થીઓ સંગઠનનું નેતૃત્વ કરી તબીબ જગતમાં ખુબ જ ઊંચું નામ અને સ્થાન મેળવી ચૂકેલ એક અનુભવી તબીબ તરીકેની ખ્યાતી ધરાવે છે.
ચોટીલા એક નાનકડી મીટીંગથી શરુ કરેલી સફર બાદ ખુબ ટૂંકા ગાળમાં રાધનપુરમાં ત્રણ હજાર જેટલા લોહાણા સમાજના જ્ઞાતિજનોને એકત્રિત કરી સંગઠનનો મજબૂત પાયો નાખવાની સાથે જ મોરબી ખાતે આઠ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની હાજરીમાં લોહાણા સમાજના વટ,વચન અને વીરતાની વાતની પોતાના બુલંદ અવાજમાં રજુ કરી સમાજમાં એક નવો આશા અને ઉર્જાનો સંચાર કરનાર ડો.ધર્મેશ ઠક્કર પોતાની ટીમને સાથે રાખી ખુબ જ મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યા છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે તોફાની તાંડવ પરિવાર તરફથી તેમને ધોધમાર શુભકામનાઓ પાઠવામાં આવી છે.
Leave a Reply