અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં

Spread the love

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં

 

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાના સંચાલકો પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વ્રારા કથિત રીતે શાળા સંચાલકો પાસેથી નાણા માંગનાર આશિષ કણજરીયાની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ પૂછપરછમાં વધુ શાળાઓ પાસેથી નાણા લીધા હોવાના સમાચાર સામે આવ્યા હતા, તે દરમ્યાન અમદાવાદ શહેરની ત્રણ જેટલી શાળાઓએ પણ લેખિત ફરિયાદ કરી તેમની પાસેથી પણ નાણા માંગ્યા હોવાનું અને લીધા હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખરેખર જો આ કેસની સાચી દિશામાં તપાસ કરવા માંગતી હોય તો આવા અનેક કૌભાંડી શાળા સંચાલકો સામે છેલ્લા પાંચ વર્ષમાં અનેક ફરિયાદો થયેલી છે, તેની વિગતો માંગવી જોઈએ, તે શાળાઓના બીટ અધિકારીઓની પૂછપરછ કરવી જોઈએ અને અમદાવાદ જીલ્લાના શિક્ષણ અધિકારીની પણ આકરી પૂછપરછ કરવી જોઈએ.

આશિષ કણજરીયાની કુંડળી જોવામાં આવે તો તે આર.ટી.આઈ. એક્ટીવિસ્ટ છે, અમદાવાદ શહેર અને ગુજરાતમાં ચાલી રહેલી અનેક મંજૂરી વગરની સમાચાર ચેનલોની માફક તે પણ ‘પોલ ખોલ’ ચેનલનો એડિટર છે, તે કોઈ ગંભીર ગુનાઈત કાર્યો કરનાર ગુંડો કે મવાલી નથી, તેણે શાળા સંચાલકો સાથે કોઈ મારપીટ કે દાદાગીરી કરી નથી, કે તેમને જાનથી મારવાની ધમકી આપી નથી.

જો તેણે શાળા સંચાલકોને બ્લેકમેલ કરવાની કોશિશ કરી હોય તો તેનો અર્થ એ થયો કે શાળા સંચાલકો પણ દુધથી ધોયેલા નથી, આશિષ કણજરીયા ગુનેગાર છે તો શાળા સંચાલકો તેનાથી મોટા ગુનેગાર છે અને અમદાવાદ ડી.ઇ.ઓ. કચેરીઓ સ્ટાફ તો રીઢો ગુનેગાર છે. તે તમામની ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગાર હોય તેને તેના ગુના મુજબ સજા મળવી જ જોઈએ.

અમદાવાદ ડી.ઈ.ઓ. કચેરીના જ આધારભૂત સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ પૂર્વ ઇન્ચાર્જ ડી.ઈ.ઓ. પઢીયાર સાહેબ અને અન્ય અધિકારી જનક ગાંધીએ ભેગા મળી અનેક શાળા સંચાલકોના કૌભાંડો સામે ચુપ રહેવાના અને કોઈ પગલા નહિ ભરવા માટે લાખો રૂપિયા ઘર ભેગા કાર્ય હોવાનો આરોપ છે. અમદાવાદ ડી.ઈ.ઓ. કચેરીના તાબા હેઠળની શાળામાં બોગસ અને ખોટી માર્કશીટ પર નોકરી મેળવી એક શિક્ષક આજે પણ નોકરી કરી રહ્યો છે વર્ષે દિવસે સરકારના લાખો રૂપિયા પગાર રૂપે લઇ રહ્યો છે. આ બાબતની ત્રણ ત્રણ વખત ફરિયાદ થઇ હોવા છતાં આજદિન સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તેવી જ પાલડીમાં મેદાન અને પાર્કિંગ વગર ચાલી રહેલી એક શાળા બાબતે પણ અનેક ફરિયાદો થઇ હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ જો આ દિશામાં યોગ્ય તપાસ કરે તો સાચા અને ખુબ જ મોટા ગુનેગારો હાથમાં આવી શકે તેમ છે. આ અંગે અમદાવાદ ડી.ઈ.ઓ.કચેરીમાં અગાઉ થયેલી ફરીયાદોની નકલ જો ક્રાઈમ બ્રાંચ માંગે તો આપવાની તોફાની તાંડવ અખબારની સંપૂર્ણ તૈયારી હોવાનું અખબાર દ્વારા જણાવાવમાં આવી રહ્યું છે.

ફક્ત એક આશિષ કણજરીયાને પકડવાથી કે તેને જેલમાં પૂરી દેવાથી સાચી સમસ્યાનો ક્યારેય અંત નહિ આવે સાચી સમસ્યા નો અંત જ લાવવો હોય તો કૌભાંડી શાળા સંચાલકો અને કૌભાંડી શિક્ષણ અધિકારીઓની ન્યાયિક તપાસ કરવી પડશે અને ખોટું કરનાર સામે ગુનો દાખલ કરવો પડશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *