એલીસબ્રિજના લોકપ્રિય ધારાસભ્ય અમિત શાહને બદનામ કરવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર

એલીસબ્રિજના લોકપ્રિય ધારાસભ્ય અમિત શાહને બદનામ કરવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર

Spread the love

એલીસબ્રિજના લોકપ્રિય ધારાસભ્ય અમિત શાહને બદનામ કરવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર

ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં એક લાખ કરતા વધુ મતોના માર્જીનથી ચૂંટણી જીતનાર એલીસબ્રિજના ધારાસભ્ય અમિત શાહને ભાજપના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

સતત ત્રીસ વર્ષ સુધી વાસણા વિસ્તારના અજેય કોર્પોરેટર તરીકેને યશસ્વી કામગીરી દરમ્યાન જેમના નામ પર એક દાગ નથી લાગ્યો, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં મેયર તરીકે કાબિલ-દાદ-કામગીરી દરમ્યાન પણ તેમના નામ પર કોઈ દાગ લાગ્યો નથી, એ સિવાય સત્તાપક્ષના નેતા હોય કે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકેની કામગીરી હોય હંમેશા તેમની કામગીરીને પક્ષ અને લોકો દ્વારા બિરદાવવામાં આવી છે.

ગત રવિવારે નિયમ મુજબ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં લોક સંપર્ક માટે નીકળ્યા હતા તે દરમ્યાન નહેરુ નગરથી શિવરંજની જવાના માર્ગ ઉપર આવેલ ઝાંસીની રાણીના પુતળા સામે આવેલ કલાઉડ ૯ માં જયારે પોતાના કાર્યકરો સાથે અમિત શાહે પ્રવેશ કર્યો ત્યારે ત્યાં ફરજ બજાવી રહેલી સિક્યુરીટી ગાર્ડ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા તે દરમ્યાન તેમણે પોતાની ઓળખ આપી પોતે ધારાસભ્ય હોવાનું જણાવી લોકસંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, હિન્દીભાષી સિક્યુરીટી ગાર્ડ ગુજરાતી ના સમજી શકતા તે હોળીના તહેવાય નિમિત્તે કોઈ ફંડ ફાળા આવ્યા છે તેવું સમજી તેણે પોતાના સિક્યુરીટી ઓફિસરને બોલાવી લીધા હતા. જયારે અમિતભાઈ શાહે વારંવાર સોસાયટીના ચેરમેનને બોલાવવા માટે વિનંતી કરી હતી, તે દરમ્યાન સીક્યુરીટી ગાર્ડ દ્વારા કારણ વગર બૂમાબૂમ કરી વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હતો,

આ કેસને ધ્યાનથી સમજવામાં આવે તો, કેસની વિગત એવી છે કે …

અમિત શાહ હજી હમણાં જ નવા નવા ધારાસભ્ય બનેલા છે, તેમને જે તે સોસાયટી કે સોસાયટીના સભ્યો સાથે કોઈ વિષય પર કે કોઈ મુદ્દા પર મતભેદ નથી, હાલમાં કોઈ ચૂંટણી નથી કે અમિત શાહ પ્રચાર કરવા ગયા હોય, તો ચૂંટાયેલા ધારસભ્યને રોકવાનો અર્થ શું…? શું આવી રીતે કોઈ ધારાસભ્યને રોકી શકે…? તેમની સાથે ગેરવર્તણુક કરી શકે…? અને એવું કરે તો તે ગુનેગાર કહેવાય કે ધારાસભ્ય ગુનેગાર કહેવાય..?

આ અંગે એલીસબ્રીજ ભાજપના જ પાયાના અને સક્રિય કાર્યકરોએ પોતાનું નામ નહી આપવાની શરતે આપેલી મહિતી મુજબ ભાજપના જ કેટલાક નેતાઓ અને વર્તમાન કોર્પોરેટરોને અમિત શાહ આંખના કણાની જેમ ખૂંચી રહ્યા છે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભામાં મંત્રી મંડળનું વિસ્તાર થાય ત્યારે અમિત શાહનું મંત્રી બનવાનું લગભગ નક્કી છે, ત્યારે આવા નાના મોટા સમાચારો બનાવી, સ્ટોરી ઉભી કરી અમિત શાહની પ્રતિભા ખરડી તેમને મંત્રી પદથી દુર રાખવાનું આ ષડ્યંત્ર હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ મોવડી મંડળે અંગત રસ લઇ અમિત શાહને બદનામ કરનાર વ્યક્તિ સામે પગલા ભરવા જોઈએ તેવું ભાજપના જ કાર્યકરો ઈચ્છી રહ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *