પાલડી વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને પાણીચોરોનો ગોડફાધર કોણ…? : જનતા પૂછે છે સવાલ

પાલડી વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને પાણીચોરોનો ગોડફાધર કોણ…? : જનતા પૂછે છે સવાલ

Spread the love

અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ પાલડી અને વાસણા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર અને ગલીઓમાં અનેક ગેરકાયદેસર બાંધકામ કોઈ પણ જાતના કાયદાના ડર કે ખોફ વિના ઉભા છે અને આશ્ચર્ય અને નવાઈ એ વાતની છે કે ખુદ ભારતીય જનતા પક્ષના નેતાઓ જ તેમને રક્ષણ આપી રહ્યા છે.

પાલડી વાસણા વિસ્તારમાં અનેક હોટેલ, રેસ્ટોરન્ટ,જીમ્નેશીયમ અને ખાણીપીણીની દુકાનો નીતિનિયમ વિરુદ્ધ ચાલી રહી છે અને આ બધાની સામે વારંવાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવતા નથી.

આ અંગે એક જવાબદાર અધિકારીએ પોતાનું નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે એલીસબ્રીજ ભાજપના એક નેતા અને એસ્ટેટ અધિકારી ચૈતન્ય શાહની સીધી સાંઠગાંઠ છે, અહી કાયદા કે નીતિનિયમ મુજબ કશું થતું નથી એક નેતાના ઈશારે ગેરકાયદેસર બાંધકામ તોડવું કે નહી તે નક્કી કરવામાં આવે છે.

ફક્ત પાલડી વિસ્તારમાં જ સો કરતા વધુ દુકાનદારો અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઈનમાં કાણું પાડી પાણી ચોરી કરી પોતાનો વેપાર કરી રહ્યા હોવાની પાક્કી અને આધારભૂત માહિતી સાથે અનેક ફરિયાદો થઇ હોવા છતાં ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલીભગતને કારણે જવાબદાર લોકો સામે કોઈ જ પગલા ભરવામાં આવતા નથી.

ભારતીય જનતા પાર્ટીના એક નેતાની નફ્ફટાઈની હદ તો ત્યારે જોવા મળે છે જયારે પોતે ખુદ એક વિસ્તારના કોર્પોરેટર હોવા છતાં અને સત્તામાં હોવા છતાં પોતે પાલડી વિસ્તારમાં પોતાની ખાણીપીણીની દુકાનમાં બિન્દાસ અને બેખોફ બની પાણીની ચોરી કરી રહ્યા છે અને વહીવટી તંત્ર અનેક ફરિયાદો બાદ તેમને એક નોટીસ સુદ્ધા આપી શકતું નથી.

આવી જ રીતે એન.આઈ.ડી.નજીક આવેલ એક ઈંડા આમલેટનું દુકાન ચલાવનાર વ્યક્તિ કે જે ભારતીય પક્ષના લઘુમતી સેલમાં હોદ્દો ધરાવે છે તેની દુકાનમાં પણ ચોરીના પાણીથી વર્ષોથી વેપાર ચાલી રહ્યો છે અને આજદિન સુધી અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવતા નથી.

પાલડી ચાર રસ્તા નજીક આવેલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સીટી ઈજનેરની ઓફીસ જોતા એવું લાગી રહ્યું છે કે આ ઓફીસ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નહી પરંતુ ભારતીય જનતા પક્ષના કોઈ એક નેતાની ઓફિસ અને અહી નોકરી કરનાર મ્યુ.ના કર્મચારી નહી પરંતુ ભારતીય જનતા પક્ષના નેતાના કર્મચારી છે.

શોભાના ગાંઠિયા જેવા બને બેઠા મેયર અને અમદાવાદના મ્યુ.કમિશ્નરશ્રી આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલા નહિ ભરે તો આગામી ચૂંટણી સમયે કોંગેસ અને આપ ને મફતમાં એક સરસ મુદ્દો મળી જશે એ વાત નક્કી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *