કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો

કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો

Spread the love

લોકચાહનાને સાચો ન્યાય આપનાર અત્યંત લાગણીશીલ

કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો

આર.એસ.એસ.ના પાયાના કાર્યકરથી પોતાની ઓળખ બનાવી સતત અને નિરંતર પક્ષના આદેશ પ્રમાણે પોતાનું યથાયોગ્ય યોગદાન આપી, પોતાના સાથી મિત્રો અને સમર્થકોને સાથે રાખનાર અમિત શાહ જેવા નેતાઓ આજની રાજનીતિમાં બહુ ઓછા જોવા મળે છે, આજે અમદાવાદ ભાજપના પ્રથમ હરોળના નેતાઓમાં જેમનું નામ આવે છે તેવા એલીસબ્રિજના લોકપ્રિય ધારાસભ્ય અમિત શાહ વિષે કેટલીક એવી વાતો જણાવવી છે જે બહુ ઓછા અને અંગત લોકો જાણે છે.

૨૪ ઓગસ્ટ ૧૯૫૯ના રોજ હિંદુ જૈન પરિવારમાં જન્મેલા અમિત શાહનું બાળપણ અમદાવાદ શહેરના કાલુપુરમાં વીત્યું હતું, પ્રાથમિક શિક્ષણ પણ તેમણે શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ પ્રધાનભાઈ ભગુભાઈ જૈન શાળા અને ટ્યુટોરીયલ હાઈસ્કુલ ખાતે મેળવ્યું હતું, જે.એલ.એસ. કોલેજમાં તેમણે આર્ટ્સમાં પોતાનું ગ્રેજયુએશન પૂરું કરી સર એલ.એ.શાહ કોલેજમાં એલ.એલ.બી. પૂરું કર્યું હતું.

અમિત શાહની નબળી બાજુ જ તેમનું મુખ્ય જમા પાસું પણ છે, વર્ષ ૧૯૮૬ થી ૨૦૧૮ સુધી અમદાવાદ ડી.કો.ઓપ.બેંક.માં સિની. મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા અમિત શાહ પોતાના અંગત જીવનમાં પણ એક બેંક મેનેજરને છાજે તેવું વ્યક્તિત્વ ધરાવે છે, તેમની સ્પષ્ટ વક્તા તરીકેની ભાષા ઘણા કાર્યકરો અને નેતાઓને નથી ગમતી પરંતુ સામાન્ય જનતા ને તેમનો તે સ્વભાવ ખુબ ગમે છે, જે કામ થાય તેવું હોય ત્યાં ખોટા વાયદા નહી અને જે કામ ના થાય તેવું હોય ત્યાં ખોટો ભરોસો નહી. જે કામ હાથ માં લીધું હોય તેને પૂરું કરવાનું જ તેવો તેમનો નિયમ દરેક કાર્યકરોને ગમે છે.

૧૯૯૬ થી જનસંઘ અને ત્યારબાદ આજદિન સુધી ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક બની કામગીરી કરી રહેલ અમિત શાહ ૧૯૮૦ માં કાલુપુર વોર્ડના ઉપપ્રમુખ બન્યા હતા અને ત્યારબાદ તેઓએ પોતાનું નિવાસ્થાન વાસણા ખાતે કરતા વાસણામાં પણ તેમની લોકચાહના વધતા તેમને એલીસબ્રીજ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીએ ઉપપ્રમુખ બનાવ્યા હતા. ૧૯૯૨ માં અયોધ્યા ખાતે કાર સેવક તરીકે પ્રસંશનીય કામગીરી કરી અનેક નેતાઓ તરફથી અભિનંદન મેળવ્યા હતા.

વર્ષ ૧૯૯૨ માં તેઓ પ્રથમ વખત વાસણા વોર્ડમાંથી કોર્પોરેશનના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા. અને તેઓ ફરીથી ૧૯૯૫ માં વાસણાના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તે પાંચ વર્ષ દરમ્યાન તેઓએ ઓકટ્રોય કમિટીના ડે.ચેરમેન અને વોટર સપ્લાય કમિટીના ડે.ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તે સમયગાળા દરમ્યાન તેમની કામગીરીની સુંદર નોંધ પક્ષની ટોચની નેતાગીરીએ લીધી હતી.

વર્ષ ૨૦૦૦ માં પણ તેઓએ પોતાની વાસણા બેઠક પર વિજયની પરંપરા જાળવી રાખવી હતી અને તેઓ ભારે મતોથી જીતી આવ્યા હતા. વર્ષ ૨૦૦૦-૨૦૦૫ દરમ્યાન અમિત શાહ સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચ વર્ષ સુધી સભ્ય રહ્યા હતા અને વર્ષ ૨૦૦૩ દરમ્યાન તેમને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૫ માં પ્રથમ વખત તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બન્યા હતા. વર્ષ ૨૦૦૫ માં યોજાયેલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ ભારે બહુમતીથી જીત્યા જ પરંતુ સામે ઉભેલા કોંગેસના ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ ગઈ હતી. ૨૦૦૫ માં ભારતીય જનતા પક્ષને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં સ્પષ્ટ બહુમતી મળતા અમદાવાદ શહેરના ૨૪ માં મેયર તરીકે ભારતીય જનતા પક્ષ દ્વારા અમિત શાહની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે મેયર તરીકે પાંચ વર્ષ દરમ્યાન સુંદર અને સફળ કામગીરી કરી પક્ષના નેતાઓના હૃદયમાં પોતાનું નામ અંકિત કરી દીધું હતું.

વર્ષ ૨૦૧૦ માં તેઓ સતત ચોથી વખત વાસણા વોર્ડમાંથી ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા અને ૨૦૧૦ થી અઢી વર્ષ સુધી તેઓ એ.એમ.ટી.એસ.ના ચેરમેન પદે રહી સુંદર કામગીરી કરી હતી તે દરમ્યાન ભારતીય જનતા પક્ષ તરફથી તેમને ખેડા જીલ્લાના સંગઠન પ્રભારી સુધી નીમવામાં આવ્યા હતા જ્યાં ત્રણ વર્ષ સુધી તેમને કામગીરી બજાવી હતી, નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન યોજના સાબરમતી રીવર ફ્રન્ટના સતત સાડા સાત વર્ષ સુધી તેઓ ડીરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. બી.આર.ટી.એસ.ના તેઓ પાંચ વર્ષ સુધી ડીરેક્ટર રહ્યા હતા. સાથે સાથે સતત નવ વર્ષ સુધી આણંદ જીલ્લા ભાજપના પ્રભારી તરીકે કામગીરી કરી કોંગેસના ગઢ કહેવાતા આણંદ જીલ્લામાં ભાજપનો પાયો ખુબ જ મજબૂત કર્યો હતો જેના ફળ આજે પણ ભાજપને મળી રહ્યા છે.

વર્ષ ૨૦૧૮ માં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં શાસકપક્ષના નેતા તરીકે સુંદર કામગીરી કરી ભાજપને અમદાવાદ શહેરમાં વધુ મજબૂત કરવાની દિશામાં કામગીરી કરી અને ૨૦૨૦ માં અમદાવાદ જીલ્લા ભાજપના પ્રભારી તરીકે કામગીરી કરી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત સહીત અનેક મોરચે ભાજપનો વિજયધ્વજ લહેરાવ્યો હતો.

વર્ષ ૨૦૨૧ માં તેમને પુનઃ એક વખત અમદાવાદ શહેર ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વધુ મજબૂત બની આગળ વધશે. વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ તરફથી એલીસબ્રીજ વિધાનસભા માટે અમિત શાહને ઉમેદવાર જાહેર કરતા જ પક્ષના હજારો કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જે ઉત્સાહ મત ગણતરીના દિવસે જ ઉત્સાહ અને ખુશીના પરિણામ સ્વરૂપે જોવા મળ્યો હતો, પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડેલા અમિત શાહ એક લાખ કરતા વધુ મતથી વિજેતા જાહેર થયા હતા અને સામે પક્ષે તમામ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી.

આજે જ્યારે રાજનીતિ સાથે જોડાયેલ નેતાઓ પોતાના પદની ગરિમા જાળવી શકતા નથી ત્યાં અમિત શાહ જેવા નેતાઓ આજે પણ પોતાના કાર્યો દ્વારા પોતાના પક્ષની અને પક્ષના નેતાઓની આબરૂ વધારે છે, આટલા મોટા માર્જીનથી જીત મળવા છતાં સહેજ પણ અભિમાન કે ઘમંડ કર્યા વગર અમિત શાહ પ્રથમ દિવસથી દર રવિવારે અગાઉ ની માફક જ પોતાના મતવિસ્તારના લોકોના પ્રશ્નો માટે ડોર ટુ ડોર મળવા જાય છે, સાથે સ્થાનિક તમામ કાર્યકરોને પણ સાથે રાખી જનતા ને સહેજ પણ તકલીફ ના પડે તે વાતનું ધ્યાન રાખે છે. આજે ઘણા નેતાઓ એવા છે કે પોતાને મંત્રી મંડળમાં સ્થાન મળે તે માટે ખાનગીમાં પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમિત શાહ જેવા નેતાઓ બહુ ઓછા છે જે આવા કોઈ ખાનગી પ્રયાસ કરવાને બદલે પક્ષે અને જનતાએ સોપેલી જવાબદારીને મહત્વ આપી પોતાના કર્મને ભગવાન માની તેની આરધના કરી રહ્યા છે.

ઘરના મોભી તરીકે પણ અમિત શાહ પોતાના વ્યસ્ત રાજકીય જીવન વચ્ચે પણ દરરોજ પોતાના પરિવારના સભ્યોને રૂબરૂ મળવાનું તેમની સાથે ચર્ચા કરવાનો નિયમ જાળવી રાખ્યો છે, અને શક્ય હોય તો પરિવારના સભ્યો સાથે જ જમે છે, કામસર બહાર કે બહારગામ હોય ત્યારે પણ અચૂક દિવસ દરમ્યાન પોતાના પરિવારના તમામ સભ્યો સાથે અમિત શાહ વાત કરી પોતાની પારિવારિક જવાબદારી પણ સુંદર રીતે નિભાવે છે.

ગુજરાતની સરકારમાં, ગુજરાતના મંત્રીમંડળમાં ક્યાંક હજી અમિત શાહ જેવા ઠરેલ, પીઢ અને અનુભવી નેતાની કમી છે આજે નહીતો કાલે ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓ એ વાતની નોંધ લઇ અમિત શાહને તેમના વ્યક્તિ અને અનુભવના આધારે સ્થાન જરૂર આપશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *