ભયભીત ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે : ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત

ભયભીત ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે : ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત

Spread the love

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વખત ચૂંટણી જંગ જીતવા તમામ રાજકીય પક્ષો કમરકસી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયો છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ગૃહ વિભાગ હોય બધી જ જગ્યાએ સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે, એક સાથે અઢાર વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હોય તેવું કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું હશે.

વારંવાર ફૂટી રહેલા પેપરો સામે વિદ્યાર્થી વર્ગમાં પણ ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે, એક આખી સરકારના મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓને રાતોરાત ઘરે બેસાડ્યા પછી પણ ભાજપની હાલતમાં કોઈ જ સુધારો જવા મળી રહ્યો નથી તેની સામે વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખુબ જ મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છે આ પરિસ્થિતમાં હતાશ અને નિરાશ થયેલા ભારતીય જનતા પક્ષના ઈશારે આજે ગોપાલ ઈટાલીયાની દિલ્હી ખાતે અટકાયત કરવામાં આવી છે.

થોડા દિવસ અગાઉ વડાપ્રધાન સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી થઇ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ છે કે વડાપ્રધાન પોતે પોતાના ભાષણમાં કોઈ ચોક્કસ એક રાજકીય પક્ષના નેતા જેમ ભાષણ આપતા હોય તો તેમની વિરુદ્ધની ટિપ્પણીને વડાપ્રધાનપદની ગરિમા સાથે શા માટે જોડી દેવામાં આવે છે.

શું વડાપ્રધાન મોદી પોતાના પદની ગરિમા જાળવે છે…? શું તેઓ એ અગાઉ અનેક વખત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે ગમે તેવી ભાષાનો ઉપયોગ કર્યો ત્યારે શું વડાપ્રધાન પદની ગરિમા ઝાંખી નહોતી પડી…?

અત્યારે હકીકત એ છે કે હતાશ,નિરાશ અને ભયભીત ભાજપ દ્વારા પોતાના વિરોધીઓને ખોટા કેસમાં ફીટ કરી ડરાવવાનું કામ શરુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે.

દિલ્હીમાં ધરપકડ બાદ ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ પટેલ સમાજથી નફરત કરે છે, હું સરદાર પટેલનો વંશજ છું જેલ થી ડરતો નથી.

ગોપાલ ઈટાલીયાની અચાનક થયેલ ધરપકડથી આપના કાર્યકરો હાલ તો ગુસ્સામાં છે જોઈએ હવે આપ નેતાઓ આગળ શું રણનીતિ બનાવે છે ને આ સ્થિતિનો કોણ કેટલો અને કેવો લાભ ઉઠાવે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *