ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!!

ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!!

Spread the love

ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!!

 

તાજેતરમાં ગુજરાત ભાજપમાં જે પત્રિકા યુદ્ધ ચાલી રહ્યું છે તે ભાજપમાં બનેલી કોઈ પહેલી વારની ઘટના નથી, વર્ષોથી વખતોવખત ભાજપના જ નેતાઓ એકબીજાને પછાડવા માટે આવા કારનામાં કરતા હોવાનું જાહેર માધ્યમોમાં પ્રકાશિત થયેલું છે, આમાં કેટલાક વ્યક્તિઓ નસીબદાર છે જેમની આ રીતે સફળતા મળી છે બાકીના કમનસીબ નેતાઓએ પોતાના પદ ગુમાવવા નો વારો આવ્યો છે. તાજેતરમાં જે રીતે પ્રદીપસિંહ વાઘેલા પાસેથી રાતોરાત ખાનગીમાં રાજીનામું લેવામાં આવ્યું તે ખુબ જ શંકાસ્પદ બાબત તો છે જ સાથે સાથે શરમજનક બાબત પણ છે.

તાજેતરમાં બનેલી ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો ‘પ્રદીપ’ નામધારી નેતાઓ ભાજપને ક્યાંક ને ક્યાંક નડી ગયા છે, અને ભાજપના નેતાઓએ વખતોવખત તેમને સાઈડમાં મુકવાની નોબત આવી  છે. ગુજરાત રાજયના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એક સમયે સરકારમાં નંબર ટૂ નું સ્થાન ધરાવતા હતા, અને છેલ્લે તેમની હાલત એવી થઇ હતી કે ગત વિધાનસભામાં ફોર્મ ભરવાના ગણતરીના કલાકો અગાઉ તેમની ટીકીટ સુદ્ધા રદ્દ કરી નવા નિશાળિયાને ભાજપે ટીકીટ આપી હતી, આજે પણ પ્રદીપસિંહ જાડેજા દરરોજ સોશિયલ મીડિયા પર પોતાના વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય કરતા વધુ સમય ફાળવી તેની વિવિધ પોસ્ટ ફેસબુક અને વોટ્સએપ પર મૂકી પોતે પોતાનાજ ગુણગાન ગાતા જોવા મળી રહ્યા છે, આગામી સમયમાં તેમની હજી પણ એવી આશા હશે કે પાર્ટી ક્યાંક મને ટીકીટ આપી ફરી સત્તાના સિંહાસન સુધી લઇ જવામાં મદદરૂપ થશે.

તેવી જ રીતે અન્ય ‘પ્રદીપ’ નામધારી પ્રદીપસિંહ પરમાર પણ ભાજપના ચુસ્ત કાર્યકરમાંથી બનેલ નેતા અને ધારાસભ્યને ભાજપે એક જ ઝાટકે ઘરે બેસાડી દીધા હતા. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અંદર અંદરની લડાઈ હોવાનું આંતરિક સુત્રો જણાવી રહ્યા છે. પાયાનો કાર્યકર પ્રદીપ પરમાર પ્રથમ વિધાનસભ્ય બન્યા અને ત્યારબાદ મંત્રી અને અંતે તેમની રાજકીય કારકિર્દી ઉપર અલ્પ વિરામ લાગી ગયું છે તે તદ્દન સત્ય હકીકત છે.

તાજેતરમાં બનેલી કે ઉભી કરેલી ઘટના બાબતે લગભગ દરેક અખબારના પાના પ્રદીપસિંહ વાઘેલાના નામ અને તેમના કામથી ભરેલા જોવા મળી રહ્યા છે, શક્તિશાળી યુવાનેતા, સંગઠનમાં જેમની પક્કડ ખુબ જ મજબૂત છે અને છેલ્લે જેમનું નામ આગામી પ્રદેશ પ્રમુખ તરીકે પણ ક્યાંક ક્યાંક સાંભળવામાં આવતું હતું તેવા ‘પ્રદીપસિંહ વાઘેલા’ ને મહામંત્રી બન્યા બાદ જે રીતે અચાનક પક્ષમાંથી વિદાય મળી છે તે ચર્ચાનો અને શંકાનો વિષય તો છે જ પણ સાથે સાથે ભાજપ માટે ચિંતાનો પણ વિષય છે.

છેલ્લા વર્ષો દરમ્યાન બનેલી ઘટનાઓ કદાચ યોગાનુયોગ પણ હોઈ શકે પરંતુ એ હકીકત છે કે એક પછી એક એમ આખરે ત્રીજા ‘પ્રદીપ’નો ભાજપના નેતાઓએ ભોગ લીધો છે, જે માનો કે ના માનો પણ સત્ય છે. સાથે સાથે ‘પ્રદીપસિંહ વાઘેલા’ની અટક વાઘેલા પરથી એવું પણ કહી શકાય કે ભાજપ ને ‘વાઘેલા’ અને ‘વાઘેલા’ ને ભાજપ બહુ ફળેલા નથી.

આ બાબતે એક આખો લેખ લખી શકાય તેમ છે, ભાજપના એક સમયના દિગ્ગજ નેતા, જે તે સમયે જેમના નામથી ભાજપ ઓળખાતો તેવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ભાજપ કદાચ ન્યાય આપી શકી નહોતી અને તેમણે ભાજપ સાથે છેડો ફાડી નવા પક્ષની રચના કરી હતી.

આગામી સમયમાં ‘પરમાર’, ‘જાડેજા’ અને ‘વાઘેલા’ નું રાજકીય ભવિષ્ય કેવું રહેશે તે તો આગામી સમય જ કહી શકશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *