ગુજરાત સંગીત નાટક અકાદમી ઝંખે છે એક મજબૂત અધ્યક્ષ : કલાકારોની પહેલી પસંદ અભિલાષ ઘોડા

ગુજરાત સંગીત નાટક અકાદમી ઝંખે છે એક મજબૂત અધ્યક્ષ : કલાકારોની પહેલી પસંદ અભિલાષ ઘોડા

Spread the love

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પદ માટેની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં બે ત્રણ નામો અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં કલા અને નાટ્ય જગત સાથે ગાઢ રીતે સંકળાયેલા અભિલાષ ઘોડાનું નામ ચર્ચામાં સૌથી ઉપર ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ બાબતે અનેક કલાકારોનો સંપર્ક કરતા તેમણે આ પદ માટે અભિલાષ ઘોડાને હાલના સમયમાં અધ્યક્ષ પદ માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતા. અન્ય જે નામો ચર્ચામાં છે તેમાં એક અભેસિંહ રાઠોડનું નામ ચર્ચામાં છે તેઓ ગુજરાતી લોકસંગીતના કલાકાર છે અને ભરૂચ ખાતે રહે છે. અગાઉ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના બોર્ડ મેમ્બર તરીકે પણ તેઓ રહી ચુક્યા છે.

ભરૂચ નિવાસ કરતા હોવાથી રોજે રોજ ગાંધીનગર ઓફિસમાં ઉપલબ્ધ થઇ શકે કે કેમ ?? તે તેમના માટે એક મોટો સવાલ છે અને બીજું કે તિઓ લોકસંગીતના કલાકારો સીવાય કોઈ અન્ય ક્ષેત્રોના કલાકારોના વધારે પરિચયમાં નથી.

બીજું જે નામ ચર્ચામાં ચાલી રહ્યું છે તે કપિલદેવ શુક્લનું છે, તેઓ દક્ષીણ ગુજરાતના સુરતના નાટ્ય કર્મી, નાટ્ય દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત છે,સુરત તથા મુંબઈ નાટ્ય ક્ષેત્રે કામગીરીનો તેમને અનુભવ છે અહી તેમને પણ અભેસિંહ રાઠોડ જેવો જ રોજ ગાંધીનગર ઓફીસ આવી શકે કે કેમ તે પ્રશ્ન નડી શકે છે.

આ તમામ બાબતોનો અભ્યાસ કરો તો અભિલાષ ઘોડાનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે જેમાં નાટ્ય કલાકારોના જણાવ્યા મુજબ વર્ષોથી નાટ્ય જગતનો પ્રતિનિધિ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો અધ્યક્ષ નથી બન્યો બીજું અભિલાષ ઘોડાનું જમા પાસું જોઈએ તો ગુજરાતી ફિલ્મો, સુગમ સંગીત, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, ફિલ્મી સંગીત, શેરી નાટક, ભવાઇ, નાટકો, લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો જેવા દરેક ક્ષેત્રના મોટા થી લઇને છેવાડાના કલાકારો સાથે જીવંત સંપર્ક ધરાવે છે અને સરકારી કાર્યવાહી, સરકારી મર્યાદા, સરકારી પ્રોટોકોલથી તેઓ સંપૂર્ણ વાકેફ છે, વહીવટી સૂઝ ગજબની ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના સાંસ્કૃતિક સેલ ના કન્વીનર તરીકેની હાલ જવાબદારી સંભાળી રહ્યા છે,અમદાવાદ માં જ રહેતા હોવાથી સરળતાથી ઉપલબ્ધ, સરકાર સાથે પત્ર વ્યવહાર તથા સંવાદ કરી શકવા સક્ષમ, કોવીડ કાળમાં કલાકારો માટે કરેલી ઉત્તમ કામગીરીને કારણે લાખો કલાકારોના માનીતા,અનેક દિગ્ગજ કલાકારો સાથે તેમને ઘરોબો અને તેઓ સર્વ સ્વીકૃત બીન વિવાદાસ્પદ વ્યક્તિ તરીકેને છાપ ધરાવે છે.

અત્યારે એવો નિયમ છે કે ગૌરવ પુરસ્કાર મળેલો હોય તે જ વ્યક્તિ અધ્યક્ષ બની શકે, પરંતુ સંગઠન ધારે તો તે નિયમોમાં છુટછાટ લઇ સૌથી શ્રેષ્ઠ અને કાબેલિયત ધરાવનાર વ્યક્તિને અધ્યક્ષ બનાવી શકે છે.

 

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *